February 17, 2025

ભાજપને જીતનો છે પૂરો ભરોસો, BJP મુખ્યાલયમાં મૂકાયા જલેબીના બકડીયા

Maharashtra Election Result: મહારાષ્ટ્રની સાથે ઝારખંડમાં ભાજપને જીતનો પાક્કો ભરોસો થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે કે પરિણામ પહેલા ભાજપે મોં મીઠું કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને રાજ્યની પાર્ટીઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપે મુખ્યાલયમાં જલેબીના કડાયા મૂક્યા છે.

જલેબી બનાવવામાં આવી રહી છે
ભાજપે ઉજવણીની તૈયારીઓ અગાઉ આદરી દીધી છે. મતગણતરી શરૂ થાય તે પહેલાથી જ ભાજપના મુખ્યાલયમાં જલેબી બનાવવામાં આવી રહી છે. દરેકના મોં મીઠા થઈ શકે તે માટે જલેબી બનાવવામાં આવી રહી છે. ભાજપ તેના કાર્યકર્તાઓ અને સમર્થકોને જીત બાદ મોં મીઠા કરાવવા માંગે છે. આજ સવારથી જ તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટીની ઓફિસમાં ગરમ ગરમ જલેબી બનાવવામાં આવી રહી છે અને જમાવામાં બનાવામાં આવી રહ્યું છે. મિઠાઈ બનાવવામાં આવી રહી છે તેના પરથી કહી શકાય કે ભાજપને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે.