શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત
Bajra Na Rotla: શિયાળાની સિઝન શરૂ થતાની સાથે આપણને બાજરીના રોટલો ખાવાનું મન થાય છે. આજના સમયની મહિલાઓને બાજરાનો રોટલો કંઈ ખાસ બનાવતા આવડતો નથી. જેના કારણે અમે થોડી ટીપ્સ લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે રોટલો આસાનીથી બનાવી શકો છો.
બાજરીનો રોટલો બનાવવાની રીત
પહેલું સ્ટેપ:
બાજરાના લોટને પહેલા ચાળી લો. હવે તેમાં 1 મુઠ્ઠી ઘઉંનો લોટ પણ મિક્સ કરો. તેમાં તમારે થોડું-થોડું પાણી ઉમેરવાનું રહેશે.
બીજું સ્ટેપ
બાજરીના લોટને હવે ગૂંથો. સારી રીતે ગૂંથવાથી રોટલો સારો બને છે. ઘઉંનો લોટ ભેળવતા જાવ અને બાજરાનો રોટલો બનાવતા જાવ. જેના કારણે તમારો રોટલો ફાટશે નહીં.
ત્રીજું સ્ટેપ:
બાજરીના લોટને તમારે સ્વચ્છ પોલિથીનની વચ્ચે રાખો. પોલીથીનને હળવા હાથે ફેરવીને બાજરીની રોટલી બનાવો. આવું કરવાથી રોટલો એકદમ ગોળ બનશે અને ફાટશે નહીં.
આ પણ વાંચો: આ સમયે હળદરવાળું દૂધ પીશો તો થશે આડઅસર
ચોથું સ્ટેપ:
હવે રોટલાને શેકવા નાંખો. સારી રીતે શેકાઈ જાઈ પછી જ બીજી બાજૂ શેકો. ધ્યાન રાખો કે ગેસની આંચ ધીમી રાખો, આ પછી તમે તેના પર ઘી લગાવો અને તેને શાક અથવા લીલોતરી શાક સાથે સર્વ કરો.