December 6, 2024

ભારતે કેનેડા પાસેથી અર્શ દલ્લાના પ્રત્યાર્પણની કરી માંગ, 50થી વધુ કેસોમાં વોન્ટેડ

India demands Arsh Dalla: ભારત સરકારે કેનેડા પાસેથી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાના પ્રત્યાર્પણની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાની પૂછપરછના જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે 10 નવેમ્બરથી કેનેડામાં ધરપકડના અહેવાલો છે, જેમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ અર્શ દલ્લાની ધરપકડ કરવામાં આવી છે. કેનેડિયન પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં અનુસાર, ઑન્ટારિયોની અદાલતે કેસની સુનાવણી માટે તારીખ નક્કી કરી છે.

અર્શ દલ્લાને ભારતમાં 50 થી વધુ હત્યાઓ, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ટેરર ​​ફાઇનાન્સિંગનો પણ સમાવેશ થાય છે. મે 2022માં તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારત સરકારે 2023માં તેને વ્યક્તિગત આતંકવાદી જાહેર કર્યો હતો. જુલાઈ 2023 માં, ભારતે કેનેડાની સરકારને તેની અસ્થાયી ધરપકડ માટે વિનંતી કરી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી. આ બાબતે વધારાની માહિતી પણ આપવામાં આવી હતી.