December 6, 2024

યુક્રેનનો રશિયા પર સૌથી મોટો હુમલો, ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું મોસ્કો, 4 એરપોર્ટ પણ બંધ

Ukraine Drone Attack Moscow : રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2022 થી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર ભીષણ હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કિલ્લામાં મોટાપાયે તબાહી મચાવી છે. યુક્રેનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આઅ હવાઈ હુમલાના ઘણાં વીડિયો પણ સામે આવ્યા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેને 34 ડ્રોન વડે મોસ્કો પર હુમલો કર્યો, જે 2022 માં યુદ્ધની શરૂઆત પછી રશિયન રાજધાની પર સૌથી મોટો ડ્રોન હુમલો છે. જેના કારણે શહેરના ચાર મોટા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થવાની માહિતી છે.

રશિયન સેનાએ 32 ડ્રોન તોડી પાડ્યા
રશિયન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે 9.45 વાગ્યાની આસપાસ યુક્રેનથી 34 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેમાંથી 32 ડ્રોનને રશિયન વાયુસેનાએ તોડી પાડ્યા હતા. મોસ્કોના સોફિનોમાં ડ્રોન તેમના પર પડતાં બે ઘરોમાં આગ લાગી હતી. આકાશમાં છોડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ ઘણા વિસ્તારોમાં પડ્યો હતો.

મોસ્કોના 4 એરપોર્ટ બંધ
અહેવાલો અનુસાર, ડ્રોન હુમલાને કારણે મોસ્કોના ડોમોડેડોવો, વનુકોવો અને ઝુકોવસ્કી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં શેરેમેટ્યેવો એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે મેયરે જણાવ્યું હતું કે ડ્રોન હુમલાના સ્થળે ઈમરજન્સી સેવાઓ કાર્યરત છે. મોસ્કોમાં એક હાઇવે નજીક સફેદ ધુમાડા સાથે એક વિશાળ આગ જોવા મળી હતી. ઝુકોવસ્કી એરપોર્ટ નજીક પણ આગના અહેવાલ છે.