December 6, 2024

તિલક વર્માએ તોફાની સદી ફટકારી બનાવ્યો આ રેકોર્ડ

Tilak Verma: ભારતીય યુવા બેટ્સમેન તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20Iમાં પોતાની તોફાની બેટિંગ કરી હતી. એવી શાનદાર બેટિંગ કરી હતી કે જેના કારણે તેણે ઈતિહાસ રચી દીધો હતો. તિલક વર્માએ તોફાની સદી ફટકારતાની સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ બનાવી દીધો હતો.

મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી
સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T20I મેચમાં ટીમ ઈન્ડિયાને પહેલી જ ઓવરના બીજા બોલ પર મોટો ફટકો પડ્યો હતો. પહેલી મેચમાં સંજુ સેમસન સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. સંજુ સેમસન આઉટ થતાની સાથે તિલક વર્મા મેદાનમાં આવ્યો હતો. અભિષેક શર્મા સાથે મળીને માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ જોરદાર બેટિંગ કરી હતી. તિલક વર્માએ જોરદાર બેટિંગ કરીને 19મી ઓવરમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા.

T20I સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી
21 વર્ષ 279 દિવસ – યશસ્વી જયસ્વાલ VS નેપાળ
22 વર્ષ 005 દિવસ – તિલક વર્મા VS દક્ષિણ આફ્રિકા
23 વર્ષ 14 દિવસ – શુભમન ગિલ VS ન્યુઝીલેન્ડ
23 વર્ષ 156 દિવસ – સુરેશ VS દક્ષિણ આફ્રિકા

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આપ્યો મહત્વનો ચુકાદો

19મી ઓવરમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની
તિલક વર્મા જોરદાર બેટિંગ કરતાની સાથે તે T20I ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. 22 વર્ષની ઉંમરમાં તેણે આવું કારનામું કર્યું છે. આ રેકોર્ડમાં યશસ્વી જયસ્વાલ પ્રથમ સ્થાન પર છે. જયસ્વાલની વાત કરવામાં આવે તો તેણે 21 વર્ષ અને 279 દિવસની ઉંમરે T20I ક્રિકેટમાં નેપાળ સામે સદી ફટકારીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.