December 6, 2024

હાઈકોર્ટે MS ધોનીને નોટિસ મોકલી, જાણો શું છે સમગ્ર મામલો

Mahendra Singh Dhoni: ઝારખંડ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે ધોનીને તેના ભૂતપૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્ય દાસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ ફટકારવામાં આવી છે. આવો જાણીએ કે આ આખો મામલો શું છે અને કેમ ધોનીને પણ નોટિસ મોકલવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
એક માહિતી પ્રમાણે મિહિર દિવાકર અને સૌમ્ય દાસ ‘અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ’ના ડિરેક્ટર છે અને ધોની સાથે તેમના નામે ક્રિકેટ એકેડમી ખોલવાનો કરાર કરવામાં આવ્યો હતો. થોડો સમય થતાની સાથે ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ પર છેતરપિંડીનો આરોપ કર્યો હતો. ધોનીએ 5 જાન્યુઆરીના રોજ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધોનીએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આપ્યો મહત્વનો ચુકાદો

ધોનીને આ કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
ધોનીએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. એમએસ ધોની આઈપીએલ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે. હજૂ પણ તે ક્રિકેટનો આનંદ માણવા માગે છે તેવું તેણે જણાવ્યું હતું.