December 6, 2024

ત્રિપલ તલાક કેસમાં ન્યાય ન મળતા મહિલાની ઇચ્છામૃત્યુની માગ, જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા

મહીસાગરઃ ત્રિપલ તલાક કેસમાં ન્યાય ન મળતા સંતરામપુરની મહિલાએ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુ માગ્યું છે. ઉલ્લેખનીય છે કે, 1 વર્ષ પહેલા તેના પતિએ વોટ્સએપના માધ્યમથી તેને ત્રિપલ તલાક આપ્યા હતા.

આ મહિલા દ્વારા આરોપી પતિ વિરૂદ્ધ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે આરોપી જાવેદ કોઠારીને કાયદા વિરૂદ્ધ જામીન આપી દેવામાં આવ્યા હતા. આ મામલે મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.

મુસ્લિમ મહિલા દ્વારા ગૃહ વિભાગ પોલીસવડા સહિત રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુની લેખિતમાં મંજૂરી આપવા માગ કરવામાં આવી છે. અરજી બાબતે જિલ્લા પોલીસવડા દ્વારા તમામ હકીકતનો અભ્યાસ કર્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.