November 24, 2024

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

Virat Kohli Runs: વિરાટ કોહલી મેચ પહેલા અને મેચ બાદ પણ ચર્ચામાં રહે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં એવા એવા રેકોર્ડ બનાવ્યા છે જે કોઈ આગળ કદાચ કોઈક જ તોંડવામાં સફળ રહેશે. ઘણી વખત તેની શાનદાર બેટિંગથી તેણે ટીમ ઈન્ડિયાની જીત અપાવવામાં મદદ કરી છે. હવે તે ફરી આવનારી સિઝનમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે.

આ બનાવી શકે છે રેકોર્ડ
વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000 રન પૂરા કરી શકે છે. વિરાટ કોહલીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. આવનારી સિઝનમાં તે 58 રન બનાવવામાં સફળ થાય છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 27000 રન પૂરા કરશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ખાલી 3 બેટ્સમેન એવા છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000થી વધુ રન બનાવી શક્યા છે. આ ખેલાડીઓમાં કુમાર સંગાકારા અને સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IPL 2025: શું KL રાહુલ RCB સાથે જોડાશે?

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં કુલ 6 ટેસ્ટ મેચ રમ્યો છે અને તે 437 રન બનાવવામાં સફળ રહ્યો છે. એવરેજ 54.62 રહી હતી. વિરાટ કોહલીએ અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે ત્યારે 533 મેચ રમી છે તેમાં તેણે 26942 રન બનાવ્યા છે જેમાં 80 સદી સામેલ છે. જો આવનારી સિઝનમાં તે 27000 રન પૂરા કરે છો તો તે સચિન પછી કોહલી બીજો ભારતીય બેટ્સમેન બની જશે.