October 5, 2024

બધું કાયદા મુજબ ક્યાં થાય છે… શેખ હસીનાના ભારતમાં રહેવા પર બાંગ્લાદેશે શું કહ્યું?

Bangladesh: 5 ઓગસ્ટે દેશ છોડ્યા બાદ શેખ હસીના દિલ્હી પરત ફર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે બાંગ્લાદેશે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારતમાં રહે છે કારણ કે પડોશી દેશની સરકારે તેમને ઢાકાથી રવાના થયા પછી આશ્રય આપ્યો છે. બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, “આપણે મામલાને આ રીતે જોવો પડશે. કાયદા અનુસાર બધું જ થતું નથી.”

વિદેશ સલાહકારે ભારત અંગે તેમની સ્થિતિ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. નોંધનીય છે કે શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત તરફથી બાંગ્લાદેશને સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે હસીનાના ભારત પ્રવાસ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે આપેલા નિવેદન સિવાય તેમની પાસે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો: કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યો સામે, 3 મહિનામાં 27 દેશોમાં ફેલાયો

મળતી માહિતી અનુસાર શેખ હસીના થોડા સમય માટે ભારતમાં રહેવાના હતા. જો કે, ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટન, અમેરિકા અને યુએઈમાં આશ્રય મેળવવાના તેમના પ્રયાસો અત્યાર સુધી સફળ થયા નથી. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધીમી પ્રગતિને પગલે વચગાળાની સરકારે બાંગ્લાદેશ આર્મીના કમિશન્ડ અધિકારીઓને મેજિસ્ટ્રેટ સત્તાઓ આપી છે. લોક પ્રશાસન મંત્રાલયે મંગળવારે રાત્રે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો હતો. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.