October 5, 2024

IND vs BAN: શું ચેન્નાઈ ટેસ્ટમાં વરસાદ મેચની મજા બગાડશે?

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ ગુરુવારથી શરૂ થઈ રહી છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ ચેન્નાઈમાં રમાવાની છે. બંને ટીમ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહી છે. હવે આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે વરસાદ પહેલી મેચને બગાડી શકે છે? અત્યારે ઉત્તર ભારતમાં રોજ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ 5 દિવસ હવામાન કેવું રહેશે.

વરસાદ થવાની સંભાવના
અત્યારે હાલ હવામાન ખરાબ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં વરસાદ પડી રહ્યો છે. મેચના પહેલા દિવસે એટલે કે 19માં અને બીજા દિવસે 20મી સપ્ટેમ્બરે હળવો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. જોકે આ મેચ રમાઈ શકે છે તેવી પુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ મેચ દરમિયાન વરસાદ કેવો પડે છે. જો વધારે વરસાદ પડશે તો મેચને રદ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

પોઈન્ટ ટેબલમાં ટોપ પર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ યોજાનારી આ મેચમાં પોઈન્ટ્સ પર વધારે દાવ લાગશે. એટલે કે જે ટીમ જીત પ્રાપ્ત કરશે તેને પોઈન્ટ મળશે. જેના કારણે બંને ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વની છે. હાલ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આગામી મેચ જીતીને આ લીડને વધુ વધારવાનો પ્રયાસ ટીમ ઈન્ડિયા કરશે. બંને ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે કેવું પ્રદર્શન રહેશે તે હવે જોવાનું રહ્યું.