IND vs BAN: વિરાટ કોહલી બનાવશે આ મોટો રેકોર્ડ
IND vs BAN: ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં એક્શનમાં જોવા મળશે. આ મેચ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ વિરાટ બનાવી શકે છે. જેમાંથી એક રેકોર્ડ તે 9 ચોગ્ગા ફટકારતાની સાથે બની જશે.
છઠ્ઠો ભારતીય બેટ્સમેન
વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં 9 ચોગ્ગા ફટકારે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય ખેલાડીઓમાં એડ થઈ જશે. આવું કરનાર તે 6 બેટ્સમેન છે. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ અને સુનીલ ગાવસ્કરનો સમાવેશ થાય છે. 9 ચોગ્ગા મારતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 1000 ચોગ્ગા પૂરા કરશે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની જશે. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય
991 – વિરાટ કોહલી
2058 – સચિન તેંડુલકર
1654 – રાહુલ દ્રવિડ
1233 – વિરેન્દ્ર સેહવાગ
1135 – વીવીએસ લક્ષ્મણ
1016 – સુનીલ ગાવસ્કર
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન
ખેલાડી વાપસી કરવા તૈયાર
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ આ મેચમાં પુનરાગમન કરશે. વિરાટનું પ્લેઈંગ 11માં સ્થાન નક્કી છે. તમને જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટ મેચ 258 દિવસ પહેલા 04 જાન્યુઆરી 2024ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે ટીમ ઇન્ડિયા માટે ODI અને T20 બંને મેચ રમતો જોવા મળ્યો હતો. પરંતુ તે ઘણા સમયથી ટેસ્ટ ફોર્મેટથી દૂર જોવા મળી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ રમી હતી. જોકે તે સમયે વિરાટને આરામ આપવામાં આવ્યો હતો. જોકે વિરાટની જગ્યાએ બીજા ખેલાડીઓને તક મળી છે. વિરાટ પોતાની નવી ઇનિંગની શાનદાર શરૂઆત માટે તૈયાર જોવા મળી રહ્યો છે.