આજે SRH અને LSG વચ્ચે ‘મહામુકાબલો’
IPL 2024: આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો એકબીજા સાથે ટકરાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન થવાનું છે. આજની મેચ બંને ટીમ માટે ખુબ ખાસ છે. કારણ કે હાલમાં બંનેના પોઈન્ટ સમાન છે
હજુ પણ પ્લેઓફમાં જવાની તક
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજની મેચ રમાવાની છે. હૈદરાબાદની ટીમને ઘર આંગણે આજે મેચ હશે. લખનૌની ટીમ હોય કે હૈદરાબાદની ટીમ બંને માટે આજની મેચ ખુબ ખાસ છે. કારણે બંને પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. આ સાથે બંનેનો સ્કોર એક સરખો છે. ત્યારે આજે હૈદરાબાદની પીચ કેવી હશે તેના વિશે વાત કરીશું. આ સાથે એ પણ જાણીશું કે બંને ટીમનો અત્યાર સુધીનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો છે.
ટીમ જીતી શકે છે
અત્યાર સુધી હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 3 વખત આમને સામને આવી છે. કદાચ તમને નવાઈ લાગશે પરંતુ એલએસજીની ટીમ આ તમામ મેચ જીતી છે. અત્યાર સુધીમાં દર વખતે હૈદરાબાદની ટીમને હારવાનો વારો આવ્યો છે. પરંતુ આ વખતે SRHની ટીમ અલગ ઈરાદા સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ મેચનું આયોજન હૈદરાબાદમાં થવાનું છે. SRHનું હોમ ગ્રાઉન્ડ છે. આવી સ્થિતિમાં કોઈ પણ ટીમ જીત પ્રાપ્ત કરી શકે છે.
હૈદરાબાદ પિચ રિપોર્ટ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો આ મેદાન બેટ્સમેન માટે સારી માનવામાં આવે છે. અહિંની પિચ સપાટ માનવામાં આવે છે. જેના કારણે આ મેદાનમાં બેટ્સમેનોને મોટા રન બનાવવાની તક મળશે. જેના કારણે અહિંયા મોટો સ્કોર બની શકે છે. આજના દિવસે જે પણ ટીમ ટોસ જીતે છે તે ટીમ બેટિંગ કરી શકે છે. જેના કારણે સામે વાળી ટીમ પર દબાણ આવી શકે છે.
આ પણ વાંચો: સંજુ સેમસન સામે BCCIની મોટી કાર્યવાહી!
પોઈન્ટ ટેબલમાં સ્થિતિ
પોઈન્ટ ટેબલમાં આ બંને ટીમની વાત કરવામાં આવે તો બંને ટીમ હાલ બરાબરીના સ્કોર પર છે. હૈદરાબાદે અત્યાર સુધી 11 મેચ રમી છે. જેમાં 6 મેચમાં જીત અને 5 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં જે પણ ટીમ જીતશે તેના માટે આગળનો રસ્તો સરળ થઈ જશે. પરંતુ જે ટીમ હારશે તેના માટે રસ્તો બંધ નહીં થાય, પરંતુ મુશ્કેલીઓ ચોક્કસ વધી જશે.