November 23, 2024

સેબોર્ગાની પ્રિન્સેસના હસ્તે ડાયમંડ જ્વેલરીનું લોન્ચિંગ, PM મોદીના કામને વખાણ્યું

અમિત રુપાપરા, સુરતઃ શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે અને સુરતમાં તૈયાર થયેલા ડાયમંડ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મંદીના માહોલ વચ્ચે હાલ લેબ્રગોન ડાયમંડ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઓક્સિજન સમાન સાબિત થયા છે. ત્યારે સુરતમાં જ લેબ્રગોન ડાયમંડનું ઉત્પાદન થવાની સાથે લેબ્રગોન ડાયમંડનું કટીંગ પોલિશિંગ અને ત્યારબાદ તેમાંથી જ્વેલરી સુરતમાંથી તૈયાર થશે અને આ જ્વેલરીનું વેચાણ સુરતમાં જ થશે. ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ સુરતમાં સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનીએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબ્રોન ડાયમંડ જ્વેલરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રિન્સેસ નીના ડેનીએલા દ્વારા સુરતમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના વખાણ કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીને પણ બિરદાવી હતી.

ડાયમંડ સિટી સુરતમાં હવે લેબગ્રોન ડાયમંડ મંદિના માહોલમાં ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. ત્યારે સુરતમાં લેબગ્રોન તૈયાર થવાની સાથે જ તેની જવેલરી પણ તૈયાર થાય છે. ત્યારે 55 કાંકરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી સુરતમાં પ્રિન્સેસ ઓફ સેબોર્ગા (ઈટલી) દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ સુરતમાં 6ઠ્ઠી ઓક્ટોબરે સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો દ્વારા આ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે.

આ અંગે કંપનીના ડિરેક્ટર અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી CVD હીરાનું ઉત્પાદન કરે છે. હવે કંપની તેની 55 સ્ટોન લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરી રહી છે. સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો બ્રાન્ડની લોન્ચિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપની પોતે એક ઉત્પાદક છે. તેથી ગ્રાહકોને જ્વેલરી ખરીદવામાં સીધો લાભ મળશે. સુરતમાં જે લેબગ્રોન ડાયમંડ તૈયાર થાય છે આ લેબ્રગોન ડાયમંડની જ્વેલરી સુરતના જ સ્ટોર પર વેચાણ થતી હોવાના કારણે કંપની સીધી કસ્ટમરને આ જ્વેલરી પહોંચાડી શકે. તેના કારણે લોકોને જ્વેલરી પણ સસ્તી મળી રહેશે. અત્યાર સુધીમાં સુરત ડાયમંડ તૈયાર કરનાર સિટી તરીકે ઓળખાતું હતું. પરંતુ હવે સુરત ડાયમંડ પણ ઉત્પાદન કરશે, ડાયમંડનું પોલિશિંગ પણ કરશે અને તેમાંથી જ્વેલરી તૈયાર કરીને દેશના અલગ અલગ શહેરો તેમજ વિદેશમાં આ જવેલરી એક્સપોર્ટ પણ કરશે.