March 21, 2025

RRની કેપ્ટનસી નહીં કરે સંજુ, મોટી જવાબદારી સાથે બદલાશે રણનીતિ

IPL 2025 શરૂ થવાના બે દિવસ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સંજુ સેમસન હવે IPLમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરશે નહીં. જોકે લગભગ નક્કી પણ થઈ ગયું છે કે કેપ્ટનશીપની જવાબદારી કોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: લ્યો બોલો! JCBથી આખું ATM ચોરી ગયા ચોર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

સંજુ સેમસનની આંગળી પર સર્જરી
ફેબ્રુઆરીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ ચાલી રહી હતી તે સમયે સંજુને ઈજા થઈ હતી. જોફ્રા આર્ચરનો એક બોલ સંજુ સેમસનની આંગળીમાં વાગ્યો હતો. આ પછી આગળી પર સર્જરી કરાવવી પડી. આશા હતી કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. એવું જાણવા મળ્યું છે કે સંજુ સેમસન પ્રથમ ત્રણ મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહેશે નહીં. આ સમયે રાયન પરાગને જવાબદારી સોંપવામાં આવશે. એટલે કે સંજુ ટીમ સાથે રહેશે અને રમશે પણ, પરંતુ તે હંમેશા ટીમ સાથે મેદાન પર રહેશે નહીં કે ટીમનું નેતૃત્વ પણ કરશે નહીં. રાજસ્થાન રોયલ્સ આ વર્ષની IPLમાં પોતાનો પહેલો મુકાબલો બીજા જ દિવસે છે. 23 માર્ચે રાજસ્થાનની ટીમ સામે હૈદરાબાદની ટીમનો સામનો થવાનો છે.