અંબાજીમાં 17 અસામાજિક તત્વોની યાદી તૈયાર, 8 ગેરકાયદે નળ-વીજ કનેક્શન કપાયા

બનાસકાંઠા: અંબાજી પોલીસે 17 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. જેમાં 13 અંબાજી વિસ્તારના અને 4 રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે આરોપીઓના ગેરકાયદેસર 5 નળ કનેક્શન અને 3 વીજ કનેક્શન કાપી નાખ્યા છે.

અંબાજી પી.આઈ. આર.બી. ગોહિલની આગેવાનીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DGPના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ રાજ્યમાં અમન અને શાંતિ જાળવવા માટે સક્રિય બની છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના 4 અસામાજિક તત્વો સામે પણ ગુના નોંધાયેલા છે.