IPL 2025: ટાઇમ શેડ્યુલમાં મોટો ફેરફાર, કોલકાતામાં મેચને લઈ થયો બદલાવ

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ થવાની છે. આ પહેલા શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે.

આ પણ વાંચો: IPL 2025: શું તમે સ્ટેડિયમમાં ખોરાક અને પાણી લઈ જઈ શકો છો?

કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે મેચ
IPLના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 6 એપ્રિલે કોલકાતા ટીમ અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચ રમાવાની છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યોજાવાની હતી. હવે સુરક્ષાના કારણોસર આ મેચ ખસેડવામાં આવી છે. હવે આ મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે.