IPL 2025: શું તમે સ્ટેડિયમમાં ખોરાક અને પાણી લઈ જઈ શકો છો?

IPL 2025: આઈપીએલ 2025 શરૂ થવાને આડે હવે માત્ર 2દિવસ રહ્યા છે. ત્યારે અમે તમારા માટે થોડી માહિતી લઈને આવ્યા છીએ છે તમે મેચ જોવા જશો ત્યારે ચોક્કસ ફાયદો થશે.પહેલો સવાલ તમને ચોક્કસ એ થશે કે શું તમે સ્ટેડિયમમાં ખોરાક અને પાણી લઈ જઈ શકો છો? આવો જાણીએ.

આ પણ વાંચો: જુદા હમ હો ગયે જાના: ચહલ ધનેશ્રી આજથી ‘છૂટા’

IPL મેચ માટે સ્ટેડિયમની અંદર શું ન લઈ જઈ શકાય?
સ્ટેડિયમમાં બોટલ, લાઇટર, જોખમી પદાર્થો, ધાતુના કન્ટેનર, ફટાકડા, ફટાકડા, શસ્ત્રો, મોટરસાયકલ હેલ્મેટ, બેગ અથવા કોઈ એવી વસ્તુઓ લઈ જઈ શકાતી નથી જે અન્ય વ્યક્તિને જોખમમાં મૂકી શકે.સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવાની મનાઈ છે. સ્ટેડિયમની અંદર ધૂમ્રપાનની મંજૂરી આપવામાં આવતી નથી. હવે તમને સવાલ એ પણ થતો હશે કે IPL મેચ રદ થાય તો રિફંડ મળે કે નહીં. તો તમારા આ સવાલનો જવાબ છે કે મેચમાં એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ કરવામાં આવે અથવા રદ કરવામાં આવે તો જ રિફંડ આપવામાં આવે છે બાકી કોઈ પણ કારણોસર રિફંડ આપવામાં આવતો નથી.