November 23, 2024

ACBની તપાસમાં મોટો ખુલાસો, Rajkot મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસરની 67 ટકા અપ્રમાણસર મિલકત મળી

મિહિર સોની, અમદાવાદઃ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ACBની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસરની અપ્રમાણસર મિલકત મળી આવી છે. ACBએ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાએ વર્ષ 2012થી 2024 સુધીની બેંકની માહિતી અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી તપાસ કરતા 79.94 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. તપાસ કરતા ઠેબાની આવક કરતાં 67.57 ટકા જેટલી વધુ રકમની સંપતિ મળી છે. જેમાં રોકડ રકમ સહિત રાજકોટની મિલકત વસાવી છે. જ્યારે આ અગ્નિકાંડ કેસમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાનું નામ સામે આવતાં જ તપાસ કરતા તેની અપ્રમાણસર મિલકત મળી આવી.

આ પણ વાંચોઃ પત્રકારના હત્યા કેસ મામલે 4 આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર

તપાસમાં ભ્રષ્ટાચારથી નાણાં ભેગા કર્યા હોવાનું સામે આવ્યું છે પણ કેવી રીતે નાણા લીધા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાએ સત્તાનો દૂર ઉપયોગ કરીને નાણાં મેળવ્યા હોવાનું ખૂલ્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2010થી ભીખા ઠેબા ફાયર વિભાગમાં નોકરી કરી રહ્યા છે. એટલે હજી કોઈ અપ્રમાણસર મિલકત વસાવી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના અધિકારીથી લઇ કર્મચારીની અપ્રમાણસર મિલકત મામલે હજી તપાસ ચાલી રહી છે. જેમાં આવનારા દિવસમાં રાજકોટ મનપાના TPO એમડી સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત મળી શકે છે. ત્યારે અન્ય કેટલાય સરકારી બાબુ સામે કાર્યવાહી થઈ શકે છે.