November 23, 2024

દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ બાદ સુરતમાં વિરોધનો વંટોળ

સુરત: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડને લઈને દેશભરમાં આપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત આપ દ્વારા ભાજપ વિરુદ્ધ વિરોધ કરાયો છે. સુરતના માનગઢ ચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ગઇકાલે રાતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે સુરતના માનગઢ ચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ સુરત આપ દ્વારા ભાજપ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે વિરોધ કરનાર કાર્યકરોની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની તેમના ઘરની તપાસ બાદ મોડી સાંજે ધરપકડ કરી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે નવમી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર હાજર થયા ન હતા. આ પછી ED અને દિલ્હી પોલીસની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. રાત્રે નવ વાગ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેએ કહ્યું, મારી વાત ન માની એટલે….

 

તમને જણાવી દઇએ કે, હાલમાં, દિલ્હી સરકારમાં કેજરીવાલ પછી બીજા ક્રમે AAP નેતા આતિશીએ કહ્યું, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રહેશે. દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ ટ્વીટ કર્યું, “અમે ED દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. અમે આજે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પાસેથી તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.”