November 23, 2024

લોહીને પાતળું કરવાના આ છે કુદરતી ઉપચાર, હાર્ટ એટેકને રાખશે દૂર

Natural Blood Thinner Foods: આજના સમયની ખાણીપીણી એવી થઈ ગઈ છે કે શરીરમાં કયારે શું સમસ્યા આવી જાઈ તે કહેવું મુશ્કેલ છે. ઘણી વખત શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી અને લોહી જાડું થવાથી અને ગંઠાઈ જાઈ છે. જેના કારણે હાર્ટ એટેકની સમસ્યા પણ થવાની શક્યતાઓ વધી જાઈ છે. ત્યારે અમે તમને કેટલાક કુદરતી આહાર વિશે જણાવીશું કે તમારું લોહી પાતળું કરવામાં મદદ કરશે. જેનો ફાયદો એ થશે કે તમને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાઈ છે. આવો જાણીએ આ વસ્તુઓ કંઈ કંઈ છે.

કુદરતી રીતે લોહી કેવી રીતે પાતળું કરવું?

ગ્રીન ટી પીવો
જો તમારે કુદરતી રીતે લોહી પાતળું કરવું હોય તો તમારે ગ્રીન ટી પીવાની રહેશે. ગ્રીન ટી પિવાના કારણે તમારા શરીરમાં બ્લડ ક્લોટિંગ ઓછું થઈ જાઈ છે અને લોહીને પાતળું કરવામાં ફાયદાકારક રહે છે. ગ્રીન ટીમાં એક ખાસ તત્વ જોવા મળે છે કે જેના થકી તમારું લોહી પાતળું થઈ જાઈ છે. એજ કારણ છે કે વજન ઉતારવા માટે ગ્રીન ટી પીવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

હળદર ખાઓ
આયુર્વેદમાં હળદરને ઔષધી માનવામાં આવે છે. કોઈ પણ સમસ્યા હોય ત્યારે હળદરને ખાવાની સલાહ આપવામાં આવે છે. જોકે હળદર પોતે ગરમ હોય છે. પરંતુ તે લોહીને પાતળું કરવામાં ચોક્કસ મદદ કરે છે. હળદરની અંદર પણ એક એવું તત્વ હોય છે કે જે તમારા લોહીને પતલું કરવામાં મદદ કરે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. તે લોહી પાતળું કરવામાં મદદ કરે છે.

લસણ ખાઓ
લસણનો ઉપયોગ લોહીને પાતળું કરવા માટે થાય છે. જોકે ઘણી બધી દવામાં પણ લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લોહી જ્યારે ગંઠાઈ જાઈ છે ત્યારે ડોક્ટર લસણ ખાવની સલાહ આપતા હોય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનું નિયમિત સેવન બેસ્ટ માનવામાં આવે છે.

ખાટા ફળો ખાઓ
તમારા આહારમાં તમારે જેમ બને તેમ ફળનું સેવન કરવું જોઈએ. તેમાં પણ તમે ખાટા ફળનું સેવન કરો છો. તો તે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. નારંગી, કીવી, દ્રાક્ષ અને લીંબુ જેવા ખાટાં ફળ તમારે તમારા આહારમાં એડ કરી દેવાના રહેશે. વિટામિન સીનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને લોહી ગંઠાઈ જવાની સમસ્યાઓ ઓછી થઈ જાઈ છે.

(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)