March 18, 2025

શિક્ષકોની ભરતીને લઈ ગૃહમાં મંત્રી કુબેર ડીંડોરનું નિવેદન, એપ્રિલના અંતમાં કે મે માસના પ્રારંભમાં થશે પૂર્ણ

ગાંધીનગર: આદિજાતિ વિભાગ અને શિક્ષણ વિભાગની માંગણીનો જવાબ આપતાં મંત્રી કુબેર ડીંડોરએ જણાવ્યું હતું કે, શિક્ષકોની 24,700 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જે એપ્રિલના અંતમાં કે મે મહિનાના પ્રારંભ સુધીમાં પૂર્ણ થશે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ધોરણ 1થી 5 અને 6થી 8 તેમજ આગળના ધોરણની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે.