November 22, 2024

સૂતા પહેલા આ તેલથી કરો તમારા ચહેરાની માલિશ, સ્કિનને થશે અઢળક ફાયદા

Skin: આજના સમયમાં મોટા ભાગના લોકો ત્વચાની સંભાળ રાખવા માટો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને ખબર છે કે તમારા રસોડામાં મળતી ઘણી એવી વસ્તુઓ છે કે જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. તેના માટે તમારે કોઈ પણ પાલર કે મોંઘી પ્રોડક્ટ લેવાની જરૂર નથી. તમારી ત્વચાની સંભાળ રાખવા માટે નારિયેળ તેલ પણ સારું છે. હવે તમને સવાલ થશે કે એ તો માત્ર વાળ માટે હોય છે. પરંતુ એવું નથી તે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. આવો જાણીએ કે કેવી રીતે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરશો.

નાળિયેર તેલ ચહેરા માટે ફાયદાકારક
નાળિયેર તેલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ, ફેટી એસિડ્સ, બળતરા વિરોધી ગુણધર્મો અને ઘણા વિટામિન્સ મળી આવે છે. જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. આ સાથે તમારી ત્વચા સંબધિત ઘણી બિમારીને તમારાથી દૂર રાખે છે. નાળિયેર તેલનો ઉપયોગ તમે નાઇટ સીરમ તરીકે પણ કરી શકો છો. ત્વચા સંબધિત ઘણી બિમારીઓમાં પણ ડોક્ટર નાળિયેર તેલ લગાવવાનું કહે છે.

આ પણ વાંચો: આવી રીતે ખોરાક લેશો તો થશે આ ગંભીર સમસ્યા

આ રીતે કરો ઉપયોગ
સૌથી પહેલા તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. હવે તમારે નારિયેળ તેલ ચહેરા અને ગરદન પાસે સારી રીતે લગાવી દો. એક મિનિટ સુધી તેને સારી રીતે લગાવો. આ પછી તમારે ગરમ પાણીમાં ટુવાલ બોળી દો. હવે તેનાથી તમારે ચહેરાને સાફ કરો. આવું રોજ કરવાથી તમારો ચહેરો વધારે ચમકદાર બની જશે. બીજી પણ કોઈ સમસ્યા હશે તો તમને તેમાંથી રાહત મળશે. નારિયેળ તૈલી ત્વચાને હાઇડ્રેટેડ, તાજી અને યુવાન રાખવામાં મદદ કરશે. આ સાથે કરચલી, ડાર્ક સર્કલ, ફ્રીકલ્સ સહિતની સમસ્યાઓને દૂર કરે છે.