November 23, 2024

હરભજન સિંહે MS ધોનીની કરી ટીકા, જાણો શું કહ્યું…

IPL 2024: ગઈ કાલે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમની જીત થઈ હતી. પંજાબ કિંગ્સને 28 રને હાર થઈ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમની જીત સાથે ટોપ 4 માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. પરંતુ આ વચ્ચે આ મેચમાં પ્ટન એમએસ ધોનીને ખુબ ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. લોકોના ટ્રોલીંગની સાથે પૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.

હરભજન સિંહે આપી પ્રતિક્રિયા
પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ ચેન્નાઈની ટીમે કરી હતી. શરૂઆતમાં ચેન્નાઈની ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો હતો. આ મેચમાં ધોની 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુર ધોનીની ઉપર બેટિંગ કરવા આવ્યા હતા. આવી સ્થિતિમાં હરભજન સિંહે આ વાતને લઈને સવાલો ઉભા કર્યા છે. હરભજને એક મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે જો એમએસ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માંગતો હોય તો તેણે ના રમવું જોઈએ. આ સાથે તેમણે એ પણ કહ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો વધુ સારું છે. મને સમજાતું નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી હતી. જોકે તેની પરવાનગી વિના કંઈ થતું નથી. હું એ માનવા તૈયાર નથી કે તેને બેટિંગ કરવા માટે અન્ય કોઈએ આ નિર્ણય લીધો હશે.

આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે રમાશે ‘મહામુકાબલો’

કેવી રહી મેચ?
ધર્મશાલામાં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ સાથે 167 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ દાવ બાદ જાડેજાએ પંજાબ સામે બીજી ઈનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. ગઈ કાલની મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 3 પર પહોંચી ગયું છે. CSKને 11 મેચમાં 6 મેચમાં જીત થઈ છે.