લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે કયા 5 નવાં મૂરતિયાઓ પર કળશ ઢોળ્યો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. એક બાદ એક પાર્ટી પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહી છે. ગત રોજ BJPએ બીજી ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં દેશની 72 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં ગુજરાતની 7 બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેટલીક બેઠકો પર જૂના સાંસદોને રીપિટ કર્યા છે. તો મોટાભાગની બેઠકો પર નવા ચહેરાને સ્થાન આપ્યું છે.
BJPની બીજી લિસ્ટમાં મોદી સરકારમાં રેલ રાજ્યમંત્રી અને ત્રણ વખતના સાંસદ દર્શના જરદોશીનું પત્તુ કાપ્યું છે. તેની જગ્યાએ સુરત બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર જાહેર કર્યા છે. 63 વર્ષીય દલાલ સુરત નગર નિગમમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ સુરત શહેરના વિવિધ સમિતિઓના મહાસચિવ છે. રેલ રાજ્યમંત્રી ઉપરાંત બીજા 4 વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ છે. સાબરકાંઠાના દીપસિંહ રાઠોડ, વલસાડથી કે.સી. પટેલ, ભાવનગરથી ભારતીબેન શિયાળ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાનો સમાવેશ થાય છે. જે બે વર્તમાન સાંસદોને પાર્ટીએ ટિકિટ આપી છે. તેમાં વડોદરાના રંજનબેન ભટ્ટ અને અમદાવાર પૂર્વના હસમુખ પટેલનો સમાવેશ થાય છે.
BJPએ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, ભાવનગરથી નીમુબેન બંભાણિયા, વલસાડથી ધવર પટેલ અને અનુસુચિત જનજાતિની આરક્ષિત બેઠક છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ઉમેદવાર જાહેર કર્યા છે. મહત્વનું છેકે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાઠવાની કોંગ્રેસના ઉમેદવારની સામે હાર થઈ છે. જે બાદ હવે તેમને લોકસભાની ટિકિટ આપી છે. બીજી આદિવાસી બેઠક એટલે કે વલસાડથી ભાજપે 38 વર્ષના ઈન્જીનિયર ધવલ પટેલ પર ભરોષો વ્યક્ત કર્યો છે. ધવલ હાલ પાર્ટીના એસ.ટી. મોર્ચાના નેશનલ સોશ્યલ મીડિય ઈનચાર્જ છે. નોંધનીય છેકે, લોકસભા ચૂંટણી એપ્રિલ-મેમાં થાય તેવી સંભાવના છે.