October 16, 2024

દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

Flights Ticket: ફેસ્ટિવ સીઝન શરૂ થવામાં છે. આ વખતે ઘણા લોકોએ ફેસ્ટિવલની રજામાં ફરવાનો પ્લાન બનાવ્યો હશે. ઘણા પરિવારના યુવાનો ફરવા માટેનો પ્લાન બનાવતા પણ હશે. હવે આવનારા દિવસોમાં જો ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ડોમેસ્ટિક ફ્લાઈટ ટિકિટના ભાવમાં ઘટાડો થયો હોવાના રીપોર્ટ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ રેટમાં 20થી 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી દિવાળી સીઝન નક્કી માનવામાં આવી રહી છે.

એર ટ્રાવેલ કરવાનો મોકો
જે લોકો એર ટ્રાવેલ એક્સપિરિયન્સ કરવા માગે છે એ લોકો માટે દિવાળીની રજામાં ફ્લાઈટ થકી ફરવાનો આ મોટો મોકો છે. ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટમાં ગત વર્ષ કરતા આ વર્ષે 20થી 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાઈટ થકી સસ્તામાં ફરવાનો મોકો છે. ટ્રાવેલ પોર્ટલ ixigo દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણ દર્શાવે છે કે, સ્થાનિક રૂટ પર સરેરાશ એર ટિકિટમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. આ કિંમતો 30 દિવસની APD (એડવાન્સ પેમેન્ટ તારીખ)ના આધારે વન-વે સરેરાશ ભાડા માટે છે. ગયા વર્ષે, દિવાળી 10-16 નવેમ્બર સુધી ઉજવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે તે 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી છે.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

ભાડા કેમ ઘટ્યા?
વિશ્લેષણમાં ઘટાડા માટે એર ટ્રાવેલ કેપેસિટીમાં વધારો અને તેલના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણભૂત ગણવામાં આવે છે. જે હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડા માટેના કારણોમાંનું માનવામાં આવે છે. પીટીઆઈ અનુસાર, ixigo ગ્રુપના સીઈઓ આલોક બાજપાઈએ જણાવ્યું હતું કે, લિમિટેડ કેપેસિટીને કારણે ગયા વર્ષે દિવાળીની આસપાસ હવાઈ ભાડામાં વધારો થયો હતો. તેમણે કહ્યું કે ક્ષમતામાં ઘટાડો મુખ્યત્વે ગો ફર્સ્ટ એરલાઇનના સસ્પેન્શનને કારણે થયો હતો. આ વર્ષે આપણે થોડી રાહત જોઈ છે. કારણ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ કેપેસિટી એડ થઈને આવી છે. આ કારણે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ચોક્કસ રૂટ પર સરેરાશ એર ટિકિટમાં 20 થી 25 ટકાનો ઘટાડો થયો છે.

આ રૂટ પર હવાઈ ભાડામાં સૌથી વધુ ઘટાડો
અમુક રૂટ પર હવાઈ ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ એક ચોક્કસ રૂટ પર ભાડામાં સૌથી વધુ ઘટાડો થયો છે. વિશ્લેષણ મુજબ, સરેરાશ હવાઈ ભાડામાં મહત્તમ 38 ટકાનો ઘટાડો બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટ માટે આવ્યો છે, જે ગયા વર્ષના રૂ. 10,195થી ઘટીને આ વર્ષે રૂ. 6,319 પર આવી ગયો છે.

કયા રૂટ પર હવે કેટલું ભાડું?
ચેન્નાઈ-કોલકાતા રૂટ પર ટિકિટની કિંમત 8,725 રૂપિયાથી 36 ટકા ઘટીને 5,604 રૂપિયા થઈ ગઈ છે.
મુંબઈ-દિલ્હી ફ્લાઈટનું સરેરાશ હવાઈ ભાડું રૂ. 8,788 થી 34 ટકા ઘટીને રૂ. 5,762 થયું છે.
એ જ રીતે દિલ્હી-ઉદયપુર રૂટ પર ટિકિટની કિંમત 11,296 રૂપિયાથી 34 ટકા ઘટીને 7,469 રૂપિયા થઈ ગઈ છે.
દિલ્હી-કોલકાતા, હૈદરાબાદ-દિલ્હી અને દિલ્હી-શ્રીનગર રૂટ પર આ ઘટાડો 32 ટકા છે.

તેલના ભાવમાં પણ ઘટાડો થયો હતો
બાજપેયીએ કહ્યું કે આ વર્ષે તેલના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે તહેવારોની સિઝનમાં મુસાફરોને વધુ પોસાય તેવા વિકલ્પો મળ્યા છે. ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે, તેલની કિંમતો થોડી ઉપર તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં કેટલીક જગ્યાએ ભાડું પણ મોંઘુ થઈ ગયું છે. આ વધારો 34 ટકા થયો છે. અમદાવાદ-દિલ્હી રૂટ પર ટિકિટનો ભાવ રૂ. 6,533થી 34 ટકા વધીને રૂ. 8,758 થયો છે, જ્યારે મુંબઈ-દેહરાદૂન રૂટ પર રૂ. 11,710થી રૂ. 15,527 પર 33 ટકાનો વધારો થયો છે.