Lebanonમાં પેજર બ્લાસ્ટ: ઈરાનના રાજદૂત સહિત 8ના મોત, 2800 ઘાયલ
Lebanon: લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા સિરિયલ બ્લાસ્ટના કારણે રસ્તાઓ પર અફરાતફરી મચી ગઇ હતી. જ્યાં ફોનની જેમ કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક ગેજેટ પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. હિઝબુલ્લાહ લડવૈયાઓ, નાગરિકો અને ડોકટરો સહિત 8ના મોત અને 2800 ઘાયલથી વધુ લોકો ઘાયલ થયા હતા. પેજર બ્લાસ્ટથી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
પેજરમાં સિરિયલ બ્લાસ્ટ કેવી રીતે થયા?
પેજરમાં પ્રારંભિક વિસ્ફોટો પછી, લગભગ એક કલાક સુધી સમગ્ર શહેરમાં વિસ્ફોટો ચાલુ રહ્યા. આ વિસ્ફોટો મંગળવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયા હતા. પેજરના ઉપકરણોમાં કેવી રીતે વિસ્ફોટ થયો તે હજુ સ્પષ્ટ નથી.
IMPORTANT 🚨
This is a developing story, and all information is preliminary, with numbers and info subject to change.
Roughly an hour ago, Hezbollah’s encrypted pager devices began simultaneously, exploding across Lebanon, including in Damascus.
Initial reports from Lebanon… pic.twitter.com/pWpDePcFUv
— Open Source Intel (@Osint613) September 17, 2024
ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા છે
ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટિત પેજર્સ તાજેતરના મહિનાઓમાં હિઝબોલ્લાહ દ્વારા લાવવામાં આવેલા નવીનતમ મોડેલના હતા.
લેબનોનમાં આ રીતે થયા પેજર બ્લાસ્ટ..!#Lebanon #Blast #Gujaratinews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/2ML5KU5qXq
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) September 17, 2024
શહેરમાં ભયનું વાતાવરણ
શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદથી એમ્બ્યુલન્સ બેરૂતની દક્ષિણે આવેલા વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જે હિઝબુલ્લાહનો ગઢ છે. વિસ્ફોટો બાદ ગભરાટનો માહોલ છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે લેબનોનના દક્ષિણ ભાગમાં ઘણા પેજર વિસ્ફોટ થયા હતા.
Over 1200 injured in Lebanon from the explosion of radios, pagers! The numbers continue to rise!!
Mossad at its 👌 best. pic.twitter.com/cMtMibceHO
— Kiriti | ཨོཾ་མ་ཎི་པདྨེ་ཧཱུྃ (@in20im) September 17, 2024
ઘાયલોને હોસ્પિટલ લઈ જતા સંબંધીઓ
શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઘાયલ થયેલા લોકો પીડાથી ચીસો પાડતા જોવા મળ્યા હતા. શેરીઓ અને બજારોમાં અરાજકતાનો માહોલ છે. ઈજાગ્રસ્તોને તેમના સંબંધીઓ મોટરસાઈકલ અને કારમાં હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા.
ચહેરા, આંખો અને હાથ-પગમાંથી લોહી વહી રહ્યું છે
દેશના દક્ષિણ ભાગમાં નાબાતીયેહ પબ્લિક હોસ્પિટલના વડા હસન વાઝનીએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે લગભગ 40 ઘાયલ લોકોની તેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોના ચહેરા, આંખ અને હાથ-પગમાંથી લોહી વહી રહ્યું છે.