March 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- આશા છે કે ભારત અમેરિકન માલ પર ટેરિફ ઘટાડશે, 2 એપ્રિલ સુધીનો છે સમય

અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે ભારત અમેરિકન માલ પરના ટેરિફ ઘટાડશે. જોકે, આ આશાની સાથે તેમણે 2 એપ્રિલથી ભારત પર યુએસ ટેરિફ લાદવાની ધમકીનો પુનરોચ્ચાર કર્યો. પીટીઆઈના સમાચાર મુજબ, એક અમેરિકન ન્યૂઝ વેબસાઇટ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે ભારત સાથે અમેરિકાના સંબંધો પર ચર્ચા કરી. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠક વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે તેમના ભારત સાથે ખૂબ સારા સંબંધો છે. પરંતુ ભારત સાથે મારી એકમાત્ર સમસ્યા એ છે કે તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ છે.

ભારત જેટલું ટેરિફ વસૂલ કરશે એટલું જ અમે કરીશું
ટ્રમ્પે જણાવ્યું હતું કે, મને લાગે છે કે તેઓ કદાચ તે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલે અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલવા જઈ રહ્યા છીએ જે તેઓ અમારી પાસેથી વસૂલ કરે છે.