July 2, 2024

Women Special: બોલિવૂડમાં બનેલી આ દમદાર ફિલ્મ જોઈ છે તમે?

Women Special Movie: આજે સમગ્ર દેશ અને વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ઈન્ટરનેશનલ વુમન્સ ડેના પર મહિલાઓ રિલેટેડ થોડી ફિલ્મો વિશે વાત કરીશું. આ ફિલ્મો ઘણા લોકોએ જોઈ હશે અથવા તો કેટલાક લોકોએ હજુ સુધી નહીં જોઈ હોય. આવી તમામ ફિલ્મો જેમાં મહિલાઓની વાત છે, મહિલાઓની વેદના છે. મહિલાઓના અનુભવો છે. આ ફિલ્મોમાં તમને તમારી અને તમારી આસપાસની મહિલાઓની સ્થિતિ વિશે જાણવા મળે છે.

Neerja– આ ફિલ્મ એર હોસ્ટેસ નીરજા ભનોટની લાઈફ પર આધારિત છે. 23 વર્ષની નીરજા ભનોટે પોતાનો જીવના જોખમે ફ્લાઈટમાં બેસેલા 360 લોકોનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરી માટે તેને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂરની દમદાર એક્ટિંગ જોવા મળશે.

Thappad– આ ફિલ્મ એક થપ્પડ પર આધારિત છે. જેમાં પતિ દ્વારા મારવામાં આવેલ એક થપ્પડને પત્ની ભૂલી નથી શક્તી. પત્ની પતિને માફ નથી કહી શકતી. એ સ્ત્રી જેણે પોતાની મરજીથી હાઉસ વાઈફ બનવાની છે. તેને ગમે ત્યારે થપ્પડ મારી શકાય છે. એ સમજીવાની ભૂલની આ કહાની છે. જેમાં તાપસી પન્નુની જોરદાર એક્ટિંગ છે.

English Vinglish– આ ફિલ્મમાં શ્રીદેવીએ ઘણા વર્ષો બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ફિલ્મના સંદેશની વાત કરીએ તો કંઇ પણ શીખવામાં તમે મોડા નથી. એક મહિલાને ઘરમાં બધા લોકો એમ સમજે કે તેને શું આવ઼ડે કે પછી આ તારે કરવાની શું જરુર છે. એ બધી વાતોને ખોટી પાડતી આ ફિલ્મ તમને તમારા સપનાના સાકાર કરવાની હિમ્મત આપે છે.

Queen– કંગના રનૌતની આ ફિલ્મ મોટા ભાગના લોકોએ જોઈ હશે. જેમાં કંગના એકલી તેના હનીમુલ પર જાઇ છે અને એના બધા જ ડરને દુર કરે છે. જો તમારે જોવાની બાકી હોય તો આજે જ જોઈ નાખો.

Mimi– વર્તમાન સમયમાં સરોગેટ મધરનો મુદ્દો ચર્ચમાં છે. આ ચર્ચાની વચ્ચે એક સરોગેટ મધરની સ્ટ્રગલ કેવી છે. તેને સરળ અને સચોટ રીતે આ ફિલ્મમાં પિરસવામાં આવ્યું છે. એક વખત તો એક મહિલા તરીકે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.

MARRY COM– ‘મેરી કોમ’ ફિલ્મ એ લેડી બોક્સરની કારકિર્દી પર આધારિત રીયલ સ્ટ્રોરી છે. જેમાં એક સામાન્ય છોકરી કેવી રીતે બોક્સર મેરીકોમ બને છે. માતા બન્યા બાદ પણ એક એથલિટ ફરી પાછી પોતાની ગેમને કેવી રીતે શરૂ કરે છે. તેની કહાની છે.

Piku– એક સફળ મહિલા. જે પોતાના કરિયરમાં ખોવાયલી છે. જેને લગ્ન કરતા પિતાની સેવામાં વધારે રસ છે. આ ફિલ્મની રજૂઆત ખુબ જ સુંદર છે. જેમાં અમિતાભ બચ્ચન અને દિપીકા પાદુકોણે અભિનય કર્યો છે.

આપણા બોલિવૂડમાં મહિલા આધારિત ફિલ્મોનું લિસ્ટ કરવા જઈએ તો તેમાં લોકોની પસંદગી અને સ્ટોરીના આધારે 100થી પણ વધારે નામો આવી જશે. થોડા વર્ષોની વાત કરીએ તો રાઝી, બેગમજાન, ગંગુબાઈ, પંગા જેવી ઘણી ફિલ્મો આવી છે. જેમાં પણ મહિલાઓની વાત એ પણ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તો આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર તમે તમારી ગર્લ ગેંગ સાથે આ ફિલ્મો જોઈ નાખો.