November 23, 2024

અદાણી પાવરને CCIથી મળી લીલી ઝંડી, લેન્કો અમરકંટક હવે અદાણીનું…

Adani Power: અદાણી સમુહના અદાણી પાવર માટે એક નવી ડીલ માટે રસ્તો સાફ થઈ ગયો છે. અદાણી પાવર આ નવા સોદાને લઈને છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટમાં ફસાયેલી હતી. જે બાદ કંપનીને લેન્કો અમરકંડટની ખરીદી માટે સીસીઆઈએ લીલી ઝંડી આપી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, CCIએ લેન્કો અમરકંટકના અધિગ્રહણ કરવાના પ્રસ્તાવને ગુરૂવારે મંજૂરી આપી દીધી છે. આ પહેલા ગત મહિને અદાણી પાવર વિનર જાહેર થયું છે. અદાણી પાવરે નાદાર થઈ રહેલી કંપનીને 4000 કરોડ રુપિયાની ઓફર કરી હતી.

અદાણીની ઓફર ઘણી મોટી
લેન્કો અમરકંટક પાવર, થર્મલ પાવર ઉત્પાદન સાથે સંકળાયેલી વીજ કંપની દેવાની સમસ્યામાં ફસાઈ ગઈ હતી. તે પછી કંપની ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનની પ્રક્રિયામાં ગઈ. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી પાવરે લેન્કો અમરકંટક પાવર માટે રૂ. 4,101 કરોડની ઓફર રજૂ કરી હતી. જેને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Adaniને જે વધારે રૂ. ચુકવાયા તે પ્રોવીઝનલ છે, એડજસ્ટમેન્ટ કરવામાં આવશે – કનુ દેસાઈ

આ ડીલ પર ઘણા દિગ્ગજો ટકરાયા હતા
ઘણી કંપનીઓ લેન્કો અમરકંટક પાવર ખરીદવામાં રસ ધરાવતી હતી. દક્ષિણ ભારતીય બજારમાં કાર્યરત લેન્કો અમરકંટકમાં સક્રિય પાવર પ્લાન્ટ છે. જેના કારણે ઘણી દિગ્ગજ કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી હતી. અદાણી ઉપરાંત વેદાંતના અનિલ અગ્રવાલ, મુકેશ અંબાણી અને નવીન જિંદાલે પણ કંપનીમાં રસ દાખવ્યો હતો.

આ રીતે અદાણીનો રસ્તો તૈયાર થયો
લેન્કો અમરકંટક પાવરની કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સપ્ટેમ્બર 2019 માં શરૂ થઈ હતી. આ માટે અનિલ અગ્રવાલની કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીએ સૌપ્રથમ 2022માં 3000 કરોડ રૂપિયાની બિડ રજૂ કરી હતી. બાદમાં PFC કન્સોર્ટિયમે રૂ. 3,020 કરોડની બિડ કરી હતી. અદાણી ગ્રુપે ગયા વર્ષે નવેમ્બરમાં સૌપ્રથમ રૂ. 3,650 કરોડની ઓફર કરી હતી. તે પછી અદાણીએ તેની ઓફરમાં સુધારો કર્યો અને ડિસેમ્બરમાં તેને વધારીને રૂ. 4,101 કરોડ કરી. નવીન જિંદાલની કંપની જિંદાલ પાવરે જાન્યુઆરીમાં રૂ. 4,203 કરોડની ઓફર રજૂ કરી હતી, પરંતુ બાદમાં કંપનીએ તેની બિડ પાછી ખેંચી લીધી હતી.