November 22, 2024

ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચોના ગેરકાયદે સ્ટ્રીમિંગનો પર્દાફાશ

મિહિર સોની, અમદાવાદ: ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું ગેરકાયદે સ્ટ્રીમિંગ કરતા આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેના તાર પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી જોડાયેલા છે. કેનેડામાં રહેતો માસ્ટર માઈન્ડ આ નેટવર્ક ચલાવતો હતો. સાયબર ક્રાઈમને ફરિયાદ મળતા જ બે આરોપી ઓને ઝડપી લીધા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે એક ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક શખ્સો ગેરકાયદે રીતે ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોચાડતા હોવાની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે ટેકનિકલ એનલીસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઊંઝાના દિવ્યાશું પટેલ અને બેંક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: દરિયામાં જઈ થાર કાર સાથે સ્ટંટ કરનારા નબીરાઓની હાલત થઇ ગઈ ખરાબ

આરોપી દિવ્યાંશું પટેલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને વર્ષ 2011-12થી તે બર્થડે ઓલો પરનું કામ શીખ્યો હતો. જે છેલ્લા બે વર્ષથી તેના મિત્ર શુભમ પટેલ કે જે કેનેડા ખાતે રહે છે તેને અલગ-અલગ વેબસાઈટ ઉપર સ્ટ્રીમિંગ આપવા માટે પ્રોગ્રામિંગ અને સ્ટ્રીમિંગમાં કોઈ ખામી આવે તો તેને ઉકેલી આપવાનું કામ કરતો હતો. વર્ષ 2020માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્યાંગ પટેલે ss247.life અને ss247.live નામનો ડોમેન પોતાના નામે ખરીદી તેના ડેવલોપિંગનું કામ શરૂ કર્યું હતું અને શુભમના કહેવાથી અલગ-અલગ વેબસાઈટ પર ગેરકાયદેસર સ્ટ્રીમિંગ વીડિયો લઈ ભાડે રાખેલા સર્વર પર અપલોડ કરતો હતો. દિવ્યાંશુ ઉપરાંત ઊંઝાના હર્ષ પટેલ પણ આ ગુનામાં સંડોવાયેલો છે. જે પણ શુભમના કહેવાથી કામગીરી કરતો હતો અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શુભમ પટેલ કેનેડાથી કરતો હતો.

આ ત્રણેય આરોપીઓ ક્રિકેટની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પાકિસ્તાનના પંજાબમાં રહેતા અને ડિસ ટીવી નેટવર્કનો ધંધો કરતા અજહર અમીન પાસેથી મેળવતા હતા. જેના બદલામાં શુભમ પટેલ તેને કેનેડાથી પેમેન્ટ ચૂકવતો હતો. આ તમામ આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. આરોપીઓ આ સર્વિસ અલગ-અલગ વેબસાઈટોને આપતા હતા. જે બાબતે ટેકનિકલ તપાસ કરતા સામે આવ્યું છે કે આ ગેરકાયદે સ્ટ્રીમિંગની પ્રવૃત્તિથી સટ્ટાની પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જેના માટે અલગ-અલગ બેંકમાં બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા. જેમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. સાયબર ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી આકાશગીરી ગોસ્વામી જુદા જુદા નાગરિકોના નામે બંધન બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલાવી આરોપીઓને પ્રોવાઇડ કરતો હતો.

હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હર્ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દિવ્યાશું પાસેથી 3 સીપીયુ, 4 મોનિટર, 1 લેપટોપ, આઇપેડ, રાઉટર, અને વિદેશી ડેબિટ કાર્ડ સહિત કુલ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ કેટલા વર્ષથી આ પ્રવુત્તિ સાથે સંકાયેલા હતા તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.