September 19, 2024

રંગારંગ કાર્યક્રમ સાથે પેરિસ ઓલિમ્પિકની પૂર્ણાહુતિ, 40 ગોલ્ડ સાથે US ફર્સ્ટ

Paris Olympics 2024 Closing Ceremony: ઓલિમ્પિક્સ 2024નો સમાપન સમારોહ સાથે ઓલિમ્પિક્સનો અંત આવ્યો છે. સમાપન સમારોહ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે.

ફ્રેન્ચ સિંગરે આ ગીતથી શરૂઆત
ફ્રેન્ચ ગાયક જાહો ડી સાગાજને સ્ટેડ ડી ફ્રાન્સની બહાર એડિથ પિયાફના ગીત ‘સોસ લે સિએલ ડી પેરિસ’ સાથે સમાપન સમારોહની શરૂઆત કરી હતી.તમામ 100 દેશોના ધ્વજધારકો સ્ટેડ ડી ફ્રાન્સ પહોંચ્યા હતા. જેમાં નુ ભાકર અને PR શ્રીજેશ પણ ભારતીય ત્રિરંગા સાથે જોવા મળ્યા હતા. ધીરે ધીરે તમામ બાકીના એથ્લેટ્સ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે ઇવેન્ટ માટે આવવાનું શરૂ કર્યું હતું.

સમાપન ભાષણ આપ્યું
મહિલા મેરેથોન ઈવેન્ટનો વિજય સમારંભ પણ સામેલ કરવામાં આવ્યો હતો. લાઇટ શો શરૂ કરવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં રોશનીનો ઉપયોગ કરીને અદ્ભુત શો કરવામાં આવ્યો હતો. લાઇટ શો વચ્ચે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રાન્સના 280 કલાકારો પરફોર્મ કરતાં જોવા મળ્યા હતા. પેરિસ 2024 ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ, ત્રણ વખતના નાવડી ઓલિમ્પિક ચેમ્પિયન ટોની એસ્ટાનગુએટ તેમનું સમાપન ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

ધ્વજવંદન સમારોહ શરૂ
IOC પ્રમુખે આ ધ્વજ લોસ એન્જલસના મેયરને સોંપ્યો છે. ઓલિમ્પિક્સ 2028 લોસ એન્જલસમાં યોજાવાની છે. લોસ એન્જલસ અમેરિકાનું એક શહેર છે. ધ્વજવંદન બાદ અમેરિકાનું રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું છે. આ સાથે ઓલિમ્પિક્સ 2024નો અંત આવ્યો હતો. ટોમ ક્રૂઝે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પોતાના સ્ટંટ સાથે એન્ટ્રી કરી છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.

આ પણ વાંચો: અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા

પેરિસ ઓલિમ્પિક્સ 2024નો સમાપન સમારોહ
આ વખતે ઓલિમ્પિક્સ 2024નું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટ ઓલિમ્પિક 2024નો છેલ્લો દિવસ હતો. આ વખતે ઓલિમ્પિકમાં અમેરિકા પ્રથમ ક્રમે રહ્યું છે. તેણે 40 ગોલ્ડ મેડલ, 44 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક હવે સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ ગયું છે. હવે આગામી ઓલિમ્પિક ગેમ્સ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે.