24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નોંધાયો છે. અહીં અંદાજે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
રાજ્યના કુલ 8 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. દાહોદમાં 2.5 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મચાવશે તાંડવ
રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવામાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.