બ્રિટનમાં મતોની ગણતરી; ઋષિ સુનકે હાર સ્વીકારી, કીર સ્ટાર્મરને જીત પર અભિનંદન પાઠવ્યા
UK General Election Results: બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ માટે મતોની ગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના રોજ થયું હતું. મતદાન બાદ જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને ઐતિહાસિક બહુમતી મળવાની આગાહી કરવામાં આવી હતી. એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીએ 650 સીટોમાંથી 410 સીટો જીતવાનો દાવો કર્યો છે. જ્યારે ભારતીય મૂળના ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો મળી શકે છે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરાયો હતો.
વડાપ્રધાન ઋષિ સુનકે રિચમંડ સીટ પરથી ચૂંટણી જીતી છે. તેમણે લેબર પાર્ટીના નેતા કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચૂંટણી પરિણામો બાદ નિવેદન જારી કરશે.
આ પણ વાંચો: Hathras Accident: રાહુલ ગાંધી હાથરસમાં પીડિતોના ઘરે પહોંચ્યા
કીર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર પાર્ટી હાલમાં 221 સીટો પર આગળ છે, જ્યારે ઋષિ સુનકની પાર્ટી માત્ર 36 સીટો પર જ જીતી શકી છે. જીત સુનિશ્ચિત કરવા માટે, પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 326 બેઠકો જીતવી જરૂરી છે.
યુકેની ચૂંટણી માટે શુક્રવારે મત ગણતરી ચાલુ છે. એક્ઝિટ પોલ અનુસાર મુખ્ય વિપક્ષી લેબર પાર્ટી જંગી જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 650માંથી 454 બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં લિબરલ ડેમોક્રેટ્સે 32 બેઠકો જીતી છે સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.