Motorola Razr 50 Ultra ભારતમાં 4 જુલાઈએ થશે લોન્ચ
Motorola Razr 50 Ultra ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. 4 તારીખે આ ફોન લોન્ચ ભારતમાં લોન્ચ થવાનો છે. અત્યાર સુધી આ ફોનના ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે. આવો જાણીએ આ ફોન વિશે વિગતવાર.
નવો સ્માર્ટફોન લોન્ચ
મોટોરોલા ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ 4 તારીખે કરવા જઈ રહી છે. જે Motorola Razr 50 Ultra હશે. અત્યાર સુધી કંપનીએ તેના ઘણા બધા ટીઝર રિલીઝ કરી દીધા છે. ટીઝરમાં ફોન ઘણો સારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ ફોનમાં Moto AI ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સાથે તે એક ફ્લિપ સ્માર્ટફોન છે. આ ફોન 4 ઇંચના OLED કવર ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. નવા અપડેટેડ હિંગનો ઉપયોગ કરવામાં આવશે. 12GB રેમની સાથે Motorola Razr 50 Ultraમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવશે.
3 days to go!#MotorolaRazr50Ultra is the 1st flip phone to launch Powered with Google Gemini Ai on external display. Entering the new #razrRevolution with #IntelligenceInsideAndOut. Get ready to #FlipTheScript.
Launching 4 Jul @amazonIN, https://t.co/azcEfy1Wlo & leading stores. pic.twitter.com/Ec2iq1KMtp— Motorola India (@motorolaindia) July 1, 2024
આ પણ વાંચો: મોંઘા ટેરિફ પ્લાનથી બચવા રિચાર્જ માટેના છેલ્લા 2 દિવસ, Jio સિવાયનું પણ રિચાર્જ મોંઘું
મળશે આ કલર
આ સ્માર્ટફોનમાં ત્રણ કલર વેરિઅન્ટ પેન્ટોન પીચ ફઝ, સ્પ્રિંગ ગ્રીન અને મિડનાઈટ બ્લુ છે. Motorola Razr 50 Ultraમાં Gemini AI સાથે ચેટિંગ, ડેસ્ક મોડ, આ સ્માર્ટફોન ફાસ્ટ હશે. Motorola Razr 50 Ultraમાં કવર સ્ક્રીન પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ જોવા મળશે. Motorola Razr 50 Ultra ની કિંમત લગભગ EUR 1,199 હોઈ શકે છે, જે ભારતમાં લગભગ 1,07,310 રૂપિયા હોઈ શકે છે.