November 9, 2024

મોંઘા ટેરિફ પ્લાનથી બચવા રિચાર્જ માટેના છેલ્લા 2 દિવસ, Jio સિવાયનું પણ રિચાર્જ મોંઘું

Mobile Recharge Plans : રીલાયન્સ જીઓએ ટેરિફ પ્લાનમાં વધારો કરી દેતા જીઓના યુઝર્સ માટે અણધાર્યો ખર્ચો આવી પડ્યો છે. ટેરિફ પ્લાનમાં સીધો જ 25 ટકાનો વધારો કરી દેવાતા યુઝર્સ હવે ફરી કોઈ કંપની બદલવા કે રીચાર્જ ઘટાડીને કોઈ સ્માર્ટ ઉપાય કરવા તરફ વિચાર કરી રહ્યા છે. જોકે, જીઓ સિવાય પણ ઘણી કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનમાં પણ આંશિક વધારો કરવાનો વિચાર તો કરી લીધો છે. પણ લાગુ ક્યારે કરે છે એના પર સૌની નજર રહેલી છે. બીજી તરફ ઘણી સ્કિમ અને પેકેજીસ પરની સર્વિસમાં કોઈ વધારો ઘટાડો થવાના એંધાણ પાક્કા છે. સમજીએ એક ખાસ રીપોર્ટમાંથી.

જૂલાઈમાં તમામ કંપનીએ ભાવ વધાર્યા
જો તમારૂ રીચાર્જ જુલાઈ મહિનામાં કોઈ દિવસે પૂર્ણ થતું હોય તો એડવાન્સમાં રીચાર્જ કરાવી લેશો તો ફાયદો થશે. કારણ કે, તારીખ 2 જુલાઈ પછી ટેરિફ પ્લાનમાં વધારો થવાનો છે. જેની શરૂઆત જીઓથી થવાની છે. સસ્તા રિચાર્જ પ્લાન રૂ. 395 અને રૂ. 1559 બંધ કરવામાં આવ્યા છે. આ બંને પ્લાનમાં 5G નેટવર્ક સાથે વિસ્તૃત માન્યતા પ્રાપ્ય હતી. જે હવે મોંઘી બની રહી છે. રૂ.395 રૂપિયાના પ્લાનમાં Jio યુઝર્સને 6GB ડેટા અને 84 દિવસની વેલિડિટી અને 1559 રૂપિયાના પ્લાનમાં Jio યુઝર્સને 24GB ડેટા અને 336 દિવસની વેલિડિટી મળી હતી. વધેલા રીચાર્જ દરો 3 જુલાઈથી લાગુ કરવામાં આવી રહ્યા છે.

અન્ય કંપનીએ પણ ભાવ વધારો કર્યો
જેથી Jio વપરાશકર્તાઓ આ બંને પ્લાન સાથે રીચાર્જ કરીને સસ્તા ભાવે તેમની વેલિડિટી વધારી શકે છે. તેનાથી કંપનીની કમાણી ઘટી શકે છે.Jio ઉપરાંત, Airtel અને Vodafone-Idea (VI) એ પણ તેમના ટેરિફ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બંને કંપનીઓએ ભાવમાં 21% વધારો કરવાની જાહેરાત કરી છે. Jio અને Airtelના વધેલા દરો 3 જુલાઈથી લાગુ થશે, જ્યારે VIના નવા દર તારીખ 4 જુલાઈથી લાગુ થશે. Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. તેમાંથી, Jio અને Airtelના રિચાર્જ પ્લાનની નવી કિંમતો તારીખ 3 જુલાઈથી લાગુ થશે અને Vodafone-Ideaના નવા દરો તારીખ 4 જુલાઈથી લાગુ થશે. આવી સ્થિતિમાં, જો તમે આ તારીખો પહેલા રિચાર્જ કરો છો, તો તમે 600 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

આ પણ વાંચો: Rule Change: EPFOના લાખો સભ્યો માટે ખુશખબર, પેન્શનને લઈને બદલાયો નિયમ

મોટા પ્લાન પર એક નજર
ખરેખર, Jio અને Airtelનો 2999 રૂપિયાનો પ્લાન વધીને 3599 રૂપિયા થઈ જશે. તે જ સમયે, વોડાફોન-આઈડિયાનો 2899 રૂપિયાનો પ્લાન 3499 રૂપિયાનો થઈ જશે. કિંમત વધતા પહેલા, જો તમે આ રિચાર્જ કરો છો જે 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે, તો 600 રૂપિયાની બચત થશે. ભારતના બે સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ પછી, વોડાફોન-આઇડિયા (VI) એ પણ શુક્રવાર, જૂન 28 ના રોજ મોબાઇલ ટેરિફમાં લગભગ 20% વધારો કરવાની જાહેરાત કરી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે.