પાકિસ્તાન-ઈરાન એર સ્ટ્રાઈકમાં ભારત અને ચીન કોનો સાથ આપશે?
પાકિસ્તાન અને ઈરાન આમને-સામને જોવા મળી રહ્યા છે. જોકે અહિંયા એ વાત પણ ખરી છે કે બન્ને દેશ વચ્ચે માત્ર આતંકવાદીઓ સામે કાર્યવાહીની વાત થઈ રહી છે કોઈ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ નથી જોવા મળી. જોકે બન્ને દેશ વચ્ચે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને દેશોની આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે. બીજી બાજૂ બન્ને દેશોના સ્થાનિક મીડિયા અલગ અલગ દાવા કરી રહ્યા છે. આ તમામ વાત વચ્ચે એ સવાલ પણ થશે કે ભારત અને ચીન કયા દેશની સાથે છે
રાજદૂતને હાંકી કાઢ્યા
બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાના પગલે પાકિસ્તાને બુધવારે તેહરાનના રાજદૂતને હાંકી કાઢ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આ સાથે પોતાના રાજદૂતને પરત બોલાવી લેવામાં આવ્યા હતા. આજે સવારે તારીખ 18-1-2024 ગુરુવારના પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું એક નિવેદન બહાર આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આજે વહેલી સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સૈન્ય હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાચો: જેલમાં બંધ ઈમરાન ખાન બધાને ચોંકાવી દેશે, ચૂંટણી પહેલા પ્લાન C તૈયાર
Our response to media queries regarding Iran's air strikes in Pakistan:https://t.co/45NAxXTpkG pic.twitter.com/1P4Csj5Ftb
— Randhir Jaiswal (@MEAIndia) January 17, 2024
ભારતે આ વિશે શુ કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને કહ્યું કે આ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. અમે સ્વ-બચાવમાં દેશ દ્વારા લેવાયેલા તમામ પગલાંને સમજીએ છીએ. તો બીજી બાજુ ચીને પાકિસ્તાન અને ઈરાનને છેલ્લા બે દિવસમાં એકબીજા પર મિસાઈલ હુમલા બાદ તણાવ ઘટાડવા માટે સંયમ અને શાંતિ રાખવાની વાત કરી હતી. બંને દેશોના આ હુમલાઓના કારણે ચીનની મુશ્કેલીમાં વધારો થયો છે. ચીન પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે મથી રહ્યું છે.
આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ
ઠેકાણાઓને નિશાન
ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદીના સ્થળ પર હુમલો કર્યો છે. જોકે આ હુમલો કયારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરાયો છે.