October 21, 2024

Maharashtra ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર, ફડણવીસ સહિત 99 ઉમેદવારોની જાહેરાત

Maharashtra BJP Candidates List: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ-પશ્ચિમથી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને કામઠી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે જે 99 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં નાગપુર સાઉથ વેસ્ટ સીટ ટોચ પર છે જ્યાંથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર સાઉથ વેસ્ટ સીટ 2009માં અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી અહીં માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ ચૂંટણી જીતી રહ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે કામઠીથી ચૂંટણી લડશે. પૂર્વ સીએમ અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા અશોક ચવ્હાણને ભોકરથી ટિકિટ આપવામાં આવી છે. અશોક ચવ્હાણ પણ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.