November 24, 2024

વાળ ખરવાની સમસ્યા હોય તો કરો આ ઘરેલું ઉપાય કરો

Hair Care: મોટા ભાગના લોકોને આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા બધા કારણો છે જેનાથી વાળને ખરવાની સમસ્યા થતી હોય છે. તમારી ખાણી-પીણી પણ તેના માટે જવાબદાર છે. અમે તમને આજે ખરતા વાળની સમસ્યાને દૂર કરવા માટેની માહિતી તો ચોક્કસ આપીશું પરંતુ તમારે એવો આહાર લેવો જોઈએ જે તમને પોષક તત્વોથી ભરપૂર હોય. ત્યારે આવો જાણીએ કે ખરતા વાળની સમસ્યાને કેવી રીતે છુટકારો મેળવશો.

એલોવેરા અને લીંબુનો રસ
એક બાઉલમાં એલોવેરા જેલ લઈને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને વાળમાં સારી રીતે લગાવો. અડધા કલાક પછી માથું ધોઈ લો. આવું કરવાથી તમારા વાળમાં ખોડો દુર થાય છે.

તમારા વાળને નુકસાની
તમે સાંભળ્યું હશે કે લીંબુનો રસ લગાવવાથી માથામાં ખોડો દુર થાય છે. પરંતુ તમે જો સીધી રીતે લીંબુનો રસ લગાવી રહ્યો છો તમારા વાળને નુકસાન થઈ શકે છે. લીંબુના રસને સીધે રીતે માથામમાં લગાવવાથી તમારા વાળને નુકસાની થાય છે અને વાળ ખરવાની સમસ્યા ચોક્કસ થાય છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

નારિયેળ તેલ અને લીંબુ
નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા મૂળમાં લગાવો. સવારે તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં આવું 2 વાર કે પછી 1 વાર કરવાથી તમારા વાળમાંથી ડેન્ડ્રફ દુર થઈ જશે.

લીંબુ સાથે પાણી મિક્સ કરો
એક બાઉલમાં લીંબુનો રસ કાઢો તેમા પાણી ઉમેરો. ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં 2થી3 વખત આવું કરો. આ કરવાથી તમારા માથામાંથી ખોડો દુર થશે.