November 15, 2024

લસણ, નારિયેળ અને લાલ મરચાની સૂકી ચટણી આ રીતે બનાવો

Garlic and Coconut Chutney Recipe: ભારતમાં અલગ અલગ પ્રકારની ચટણી બને છે, ભારતના લોકોને ચટણીમાં અલગ અલગ ટેસ્ટ પસંદ છે. ત્યારે અમે તમારા માટે એક જોરદાર ટેસ્ટી અને તીખી તમતમતી ચટણીની રેસિપી લઈને આવ્યા છીએ. આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે તમારી આંગળીઓ ચાટતા રહી જશો. આવો જાણીએ કે આ ચટણી કેવી રીતે બનાવવી?

  • એક ચમચી તેલ
  • અડધો કપ વાટેલું લસણ
  • અડધો કપ નાળિયેરનું છીણ
  • અડધી ચમચી મેથી
  • અડધી ચમચી હળદર
  • મીઠું
  • એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • એક ચમચી મગફળી
  • એક ચમચી જીરું
  • એક ચમચી ધાણા પાવડર
  • એક ચમચી કેરી પાવડર

આ પણ વાંચો: મગદાળનો હલવો બનાવવાની આ રહી મસ્ત રેસીપી, મોઢામાં નાખ્યા ભેગું તો કણી કણી

ચટણી બનાવવાની રીત

  • ગેસ ચાલુ કરો અને એક પેનમાં 1 ચમચી તેલ ઉમેરવાનું રહેશે. હવે તેમાં એક કપ વાટેલું લસણ ઉમેરો. તેને ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તળવાનું રહેશે. હવે તમારે તેમાં મગફળી નાખવાની રહેશે. આ મગફળી તમારે શેકીને લેવાની રહેશે.
  • હવે તમારે એક ચમચી જીરું, એક ચમચી ધાણા પાવડર લેવાનું રહેશે. હવે તમે તેમાં મેથી ઉમેરી દો. જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી તેને ફ્રાય કરતા રહો. હવે તમે તેમાં સૂકું નારિયેળ નાખીને સારી રીતે તળો. હવે તમારે તેને ઠંડુ થવા દેવાનું રહેશે.
  • હવે આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાંખી દો. હવે તેમાં માં 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી કેરીનો પાવડર, એક ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરવાનું રહેશે. તમારે તેમાં પાણી નાંખવાનું નથી. તૈયાર છે તમારી ચટણી