July 4, 2024

રાજકોટ મનપાનું 945 કરોડનું બજેટ મંજૂર

રાજકોટ: શહેર જિલ્લા પંચાયત દ્વારા આજે યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2024-25 નું ₹945 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેનાથી આવનારા એક વર્ષમાં રાજકોટ જિલ્લા હસ્તક આવેલા 11 તાલુકાઓના યોગ્ય રીતે વિકાસ કામો શક્ય બનશે. જિલ્લા પંચાયતના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે પણ હાજર રહ્યા હતા.

બજેટમા સિંચાઈ અને બાંધકામના 20 થી વધુ વિકાસકામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ગત વર્ષે જિલ્લા પંચાયતનું બજેટ 844.60 કરોડ રૂપિયાનું હતું. જેને વધારીને વર્ષ 2024-25 માટે 945 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. જેનો મતલબ એ છે કે 100 કરોડથી ઉપરનો વધારો આ બજેટમાં કરવામાં આવ્યો છે.

મહત્વનું છેકે, રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 માંથી 7 સભ્યો કોંગ્રસના છે. સામાન્ય સભામાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો કે, કોંગ્રેસના 7 સભ્યો દ્વારા સૂચવેલ વિકાસકાર્યોમાંથી એક પણ કાર્ય મંજુર કરાયું નથી. આ સાથે જ જસદણ વિછિયાના ભાજપના આગેવાનો તેઓને કોંગ્રેસ છોડી ભાજપમાં આવવા માટે દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે .

વર્ષ 2024-25 ના બજેટમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇ નીચે મુજબ છે.
(1) શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ કરવામા આવી છે.
(2) ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવી.
(3) વિકાસનાં કામો માટે 7 કરોડ 92 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
(4) પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે માટે 20 લાખની જોગવાઈ કરવામાં આવે છે.
(5) પ્રાથમિક શાળા કમ્પાઉન્ડના ગેટથી શાળા બિલ્ડીંગ સુધી પેવર બ્લોક નાખવા માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવે છે
(6) સેલ કાઉન્ટર,ગ્લુકોમીટર, આરોગ્યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજંન્ટ /નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ,ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે 16 લાખની જોગવાઈ કરવામા આવે છે
(7) રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે ICDS વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે 20 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(8) આઇ સી ડી એસમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનો (કમ્પ્યુટર,પ્રિન્ટર, સીસીટીવી, સ્પીકર) માટે 9 લાખની જોગવાઇ કરવામાં આવે છે
(9) આંગણવાડી કેંદ્રો માટે ફાયર એક્સ્ટીંગ્યુસર માટે 7 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(10) પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2 લાખની જોગવાઈ કરવામા આવે છે.
(11) સ્વભંડોળ સંચાલિત પશુદવાખાનાનાં પેટાકેન્દ્રોનાં મકાનો ની સ્થાયી પ્રકારના મરામત અને બ્યુટીફીકેશન/મોર્ડનાઇઝેશન’ના ખર્ચ માટે 10 લાખની જોગવાઈ કરવામા આવે છે.
(12) સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા.15/09/2016 ના ઠરાવ મુજબનાં કામો માટે) 40 લાખની જોગવાઈ કરવામા આવે છે.
(13) તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 28 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(14) વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્યકક્ષાના કામો માટે 25 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(15) પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે 10 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(16) જિલ્લા પંચાયત દ્વારા બિનપરંપરાગત ઉર્જાના સાધનો માટે 1 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(17) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના પંચાયત સેવાના વર્ગ -3 તથાવર્ગ-4 ના જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્તકનો સ્ટાફ) કર્મચારીઓને ચાલુ નોકરી દરમ્યાનઅવસાનના કિસ્સામાં નાણાકીય સહાય ચુકવવા અંગે 7 લાખની જોગવાઇ કરવામા આવે છે.
(18) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા સૈનિકના પરિવારને રૂ.1 લાખ ચુકવવા 5 લાખની જોગવાઇ કરવામા આવે છે.