March 21, 2025

Champions Trophy 2025માં એક પણ મેચ રમ્યા વિના આ 3 ખેલાડીઓ બન્યા કરોડપતિ

Champions Trophy 2025: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. BCCI એ પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ભારતીય ટીમ માટે મોટી જાહેરાત કરી છે અને 58 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઈનામી રકમ ભારતીય ટીમના સભ્યો, કોચિંગ સ્ટાફ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પસંદગી સમિતિમાં વહેંચવામાં આવશે. જાણો કોને કેટલા પૈસા મળશે.

ભારતીય ટીમના દરેક સભ્યને 3 કરોડ રૂપિયા મળશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઈનામની રકમની જાહેરાત કરાઈ છે. દરેક સભ્ય અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 3-3 કરોડ રૂપિયા આપવામાં આવશે. બાકીના સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિના દરેક સભ્યને 50 લાખ રૂપિયા મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં રિષભ પંત, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમને મેચ રમ્યા વગર આ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતવા બદલ 3 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો: રિયાન પરાગ પહેલી જ મેચમાં રચશે આ ઇતિહાસ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ:
કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા,રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.