WhatsAppએ કરી મોટી કાર્યવાહી, 76 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ
અમદાવાદ: WhatsApp હંમેશા તેના વપરાશકર્તાનું વિચારે છે. તેમના ફેબ્રુઆરીમાં 76 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાંથી હવે 1,424,000 એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જો તમારૂં WhatsApp અત્યાર સુધી ચાલુ હતું અને તે અચાનક બંધ થઈ ગયું છે? શું તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તો તમે તેની સમીક્ષા કરી શકો છો.
પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં
વોટ્સએપ દ્વારા એક મોટી કાર્યવાહી કરી દેવામાં આવી છે. એક માહિતી અનુસાર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે લગભગ 7,628,000 વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેમાંથી હવે 1,424,000 ખાતા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. WhatsAppનું આ વિશે કહેવું છે કે IT નિયમો 2021ના ઉલ્લંઘન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. WhatsApp પર ભારતના 50 કરોડથી વધુ યુઝર્સ છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર દેશમાં 16,618 ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા જાન્યુઆરીમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે 6,728,000 વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ફોનને સાર્વજનિક સ્થળે ચાર્જ ના કરો, સરકારે જાહેર કર્યું એલર્ટ
મેસેજના ચૂકવવા પડશે રૂપિયા
મેટા ઓનડ વોટ્સએપે ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી નીતિ રજૂ કરવામાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેસેજ કરતા પહેલા તેની કિંમત 20 ગણી વધી ગઈ છે. જોકે સામાન્ય લોકોને આ સુવિધા મફતમાં મળશે. પરંતુ જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પર આ દર વધારવામાં આવ્યો છે. આ નવી નીતિ પ્રમાણે તમારે પ્રતિ સંદેશ 2.3 રૂપિયા ચૂકવવાના રહેશે. તમને જણાવી દઈએ કે WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું છે.