WBBLના પ્લેયર્સ ડ્રાફ્ટમાં હરમનપ્રીતને કોઈપણ ટીમમાં ના મળી જગ્યા
WBBL: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આગામી મહિલા બિગ બેશ લીગના પ્લેયર્સ ડ્રાફ્ટમાં કોઈપણ ટીમ દ્વારા સામેલ કરવામાં આવી નથી. બીજી બાજૂ ડાયલના હેમલતા અને યાસ્તિકા ભાટિયા આ T20 લીગમાં પ્રથમ વખત રમતા જોવા મળશે.
ખેલાડીઓને સામેલ કરવામાં આવી
ઓસ્ટ્રેલિયાની ફ્રેન્ચાઇઝી આધારિત મહિલા બિગ બેશ T20 લીગ 27 ઓક્ટોબરથી શરૂ થવાની છે અને ફાઇનલ મેચ 1 ડિસેમ્બરે રમાશે. આ માટે 1 સપ્ટેમ્બરે પ્લેયર ડ્રાફ્ટ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની ઘણી સ્ટાર ખેલાડીઓેનો સમાવેશ કરવામાં આવી છે. મેલબોર્ન રેનેગેડ્સ માટે આ T20 લીગમાં ઘણી સીઝન રમી છે, પરંતુ આ વખતે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો નથી. જે ચોક્કસપણે ચોંકાવનારો નિર્ણય કહી શકાય.
આ પણ વાંચો: સૂર્યકુમાર IND vs BAN T20I શ્રેણી સુધી ફિટ નહીં હોય તો આ ખેલાડીઓને સોંપાશે જવાબદારી
ટીમ તરફથી રમવાની તક
સ્મૃતિ મંધાના ફરી એકવાર એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમ માટે રમતી જોવા મળશે. જ્યારે દીપ્તિ શર્મા મેલબોર્ન સ્ટાર્સ ટીમનો ભાગ છે. તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમની યુવા વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા પ્રથમ વખત મહિલા બિગ બેશ લીગનો ભાગ બની છે, જેમાં તે મેલબોર્ન સ્ટાર્સ ટીમ તરફથી રમતી જોવા મળશે. મહિલા બિગ બેશ લીગ 2024-25ની પહેલી મેચ 27 ઓક્ટોબરે એડિલેડ સ્ટ્રાઈકર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાવાની છે.