September 10, 2024

વિનેશ ફોગાટના નામે છે આ મોટો રેકોર્ડ, કોઈપણ મહિલા રેસલર માટે તોડવો મુશ્કેલ

Vinesh Phogat Records: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેને આજે સવારે લિધેલા નિર્ણયથી તમામને ચોંકાવી દીધા હતા. તેણીની નિવૃત્તિના એક દિવસ પહેલા, વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત કિલો કરતાં વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આજે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે ભલે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ન હોય, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં ઘણા મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા છે.

આ રેકોર્ડ વિનેશ ફોગાટના નામે
આજે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ તેના નામે એવા રેકોર્ડ છે જે કોઈ પણ મહિલા માટે આસાન નથી. વિનેશે સતત ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. તે સતત ત્રણ ઓલિમ્પિક રમનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. વિનેશ ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકનો ભાગ રહી ચૂકી છે. જોકે તેને કોઈ ઓલિમ્પિકમાં મેડલ મળ્યો નથી.

આ પણ વાંચો: હરિયાણા સરકારે વિનેશ ફોગાટને લઈને કરી મોટી જાહેરાત

તે ખૂબ જ યાદગાર કારકિર્દી
ભલે વિનેશને ઓલિમ્પિકમાં કોઈ મેડલ ન મળ્યો હોય પરંતુ તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી ઈવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 2014, 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા હતા. તેણે વર્ષ 2018માં એશિયન ચેમ્પિયન બની હતી. તેણે 50 કિગ્રા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખત 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે વર્ષ 2019 અને વર્ષ 2022માં આ મેડલ જીત્યા હતા. તેણે વર્ષ 2013માં યૂથ રેસલિંગ ચેમ્પિયનશિપથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેની પહેલી જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.