October 12, 2024

વિક્રાંત મેસીની ઈચ્છા યુનિવર્સલ એક્ટર બનવાની, કહ્યું ફિલ્મ કરવાની ચોખ્ખી ‘ના’ હતી

Vikrant Massey: વિક્રાંત મેસી તેની આગામી ફિલ્મ ‘સેક્ટર 36’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. મેડૉક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું ટ્રેલર 5 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. વિક્રાંત ‘સેક્ટર 36’માં ખૂબ જ ખતરનાક પાત્ર ભજવતો જોવા મળે છે.

સામાન્ય માણસનો અવાજ
ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી પણ ઘણી પ્રશંસા મળી રહી છે. અભિનેતા વિક્રાંત મેસીનો હેતુ દુનિયાને અલગ-અલગ વાર્તાઓ કહેવાનો છે. તે ખાસ કરીને એવા પાત્રો ભજવવા માંગે છે જે સામાન્ય માણસને રજૂ કરે. જોકે એની એકિટંગ પણ મસ્ત છે.મુંબઈમાં તેની આગામી ફિલ્મ ‘સેક્ટર 36’ના પ્રમોશન દરમિયાન, વિક્રાંતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું માત્ર એક પ્રકારનું કન્ટેન્ટ કરીને મારી જાતને મર્યાદિત કરવા માંગતો નથી. એક અભિનેતા તરીકે, મારી જવાબદારી છે કે હું દર્શકોનું અલગ-અલગ વાર્તાઓથી મનોરંજન કરું. અન્વેષણ કરવા માટે ઘણું બધું છે અને હું દરેક પ્રકારની વાર્તા કહેવા માંગુ છું. હું મારા કામથી મારા દર્શકોને પ્રેરિત કરવા માંગુ છું. હું સામાન્ય માણસનો અવાજ બનવા માંગુ છું.

આ પણ વાંચો: સલમાન ખાન પર વૃદ્ધે વરસાવ્યો પ્રેમ, વીડિયો વાયરલ

આપણા સમાજનો ભાગ
કેવી રીતે કેટલાક લોકોએ તેને ’12મી ફેલ’ની વ્યાવસાયિક સફળતા બાદ ‘સેક્ટર 36′ ન કરવાની સલાહ આપી એ વિશે એણે કહ્યું કે,’સેક્ટર 36′ એક ક્રાઈમ થ્રિલર છે. આ બે લોકોની વાર્તા છે જેઓ આપણા સમાજનો ભાગ છે, પરંતુ અલગ-અલગ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ અલગ અલગ વિચારધારા ધરાવે છે. ઘણા લોકોએ મને આ પ્રોજેક્ટ ન કરવાની સલાહ આપી કારણ કે હું તેમાં ગ્રે પાત્ર ભજવી રહ્યો છું. પણ હું તેમાં માનતો નથી. કેટલીક વાર્તાઓ કહેવાની જરૂર છે અને આ તેમાંથી એક છે’