IND vs BAN: ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીઓની એન્ટ્રી હવે મુશ્કેલ!
India vs Bangladesh Test Squad: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે આ સિરીઝમાં 2 ટેસ્ટ છે. BCCI પસંદગી સમિતિએ માત્ર એક મેચ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. બીજી મેચ માટેની જાહેરાત પછી કરવામાં આવશે. એક સમયે ટીમ ઈન્ડિયાના પાયા સમાન ગણાતા 2 ખેલાડીઓની કારકિર્દી હવે પુર્ણ થઈ ગઈ છે. . શક્ય છે કે તેમની નિવૃત્તિ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
પસંદ કરવામાં આવ્યા ન હતા
જ્યારે બીસીસીઆઈ દ્વારા દુલીપ ટ્રોફી માટે ચાર ટીમોની પસંદગી કરાઈ હતી ત્યારે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાનું નામ સામેલ કરવામાં આવ્યું ના હતું. આ પછી અલગ અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. ભારતીય ટીમમાં લગભગ 15 ખેલાડીઓની પસંદ કરવામાં આવ્યા હતા. દુલીપ ટ્રોફી માટે લગભગ 50 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જો કોઈ ખેલાડી ભારતની ટોપ 50માં પોતાનું સ્થાન ન બનાવી શકે તો તેનો ભારતીય ટીમમાં પ્રવેશ લગભગ અશક્ય ગણવામાં આવે છે. હવે પુજારા અને રહાણેની ટીમ ઈન્ડિયામાં વાપસી લગભગ અશક્ય જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકેટર), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ધ્રુવ જુરેલ (વિકેટ), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.