Unwanted Calls: મોબાઈલમાં આવતા અનિચ્છનીય કોલ્સ પર સરકાર લગાવશે લગામ
નવી દિલ્હી: રામાધીન પ્રસાદ કેન્દ્ર સરકારમાં મોટા ઓફિસર છે. તેઓ એક જરૂરી મિટિંગ લઈ રહ્યા હતા તે તેમના મોબાઈલમાં રિંગ વાગી. ફોન ઉઠાવતા જ સામેથી એક ક્રેડિટ કાર્ડ બનાવવાની ઓફર મળી. ફોન કાપીને વધુ એક વખત તેમણે મિટિંગ ચાલુ કરી તો એક જ મિનિટમાં ફરીથી તેમને ફોન આવ્યો. જે તેમને પ્રોપર્ટીની ઓફર વિશે જાણકારી આપવા લાગ્યો. તમામ વસ્તુઓના પ્રમોશન માટે વારંવાર આવતા ફોન કોલથી તમે પણ પરેશાન છો તો તેમને રાહત મળવાની છે. સરકારી આવા અનિચ્છનીય ફોન કોલ પર લગામ લગાવવા જઈ રહી છે.
કેન્દ્ર સરકારના કંઝ્યુમર અફેયર્સ મિનિસ્ટ્રી તરફથી તૈયાર ડ્રાફ્ટ અનુસાર, જો કોઈએ બિઝનેસ પ્રમોશન અથવા કોઈ અન્ય વસ્તુના વેચાણ સાથે જોડાયલ ફોન કોલ રિસીવ કરવાની સહેમતી નથી આપી અને તે છતા તેના પર આવા ફોન અને મેસેજ આવે છે તો તેને ‘અનવોન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશન’ માનવામાં આવશે. આ માટે કોલ કરનાર કંપની અથવા વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવશે.
હેતુ શું છે
પ્રસ્તાવિત ગાઈડલાઈન અનરજિસ્ટર્ડ ટેલીમાર્કેટર્સ તરફથી અથવા 10 ડિજિટવાળા પ્રાઈવેટ નંબરથી આવતા અનિચ્છનીય કોલ પર રોક લગાવવાની છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, વસ્તુઓ અથવા સેવાઓ સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારના પ્રમોશન કોલ અથવા સર્વિસ મેસેજને બિઝનેસ કોમ્યુનિકેશન માનવામાં આવશે, આવા કોલ અથવા મેસેજને અનઇચ્છનીય શ્રેણીમાં મૂકવામાં આવશે. જેને અનરજિસ્ટર્ડ નંબર અથવા SMS હેડર્સનો ઉપયોગ કરવામાં આવે અથવા વ્યક્તિની સહેમતી ન આપવા પર પણ આ પ્રકારના કોલ કરવામાં આવે અથવા ડિજિટલ સહેમતી લીધા વિના આવું કોમ્યુનિકેશન કરવામાં આવે.
અનઈચ્છનિય કોલને આવી રીતે સમજો
મિનિસ્ટ્રીએ કેટલાક ઉદાહરણોથી અનિચ્છનીય કોલની સ્થિતિને સમજી છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે,‘જો કોઈ પ્રોપર્ટી ડીલર પોતાની સર્વિસિઝ વેચવા માટે પોતાના ઈંડિવિઝ્યુઅલ ફોન નંબર અથવા એવા કોઈ ફોન નંબરથી કોલ કરે છે, જે ઓથોરિટી તરફથી એવા કોલ માટે નક્કી કરેલી સિરીઝથી ન હોય, તો પ્રોપર્ટી ડિલર આ ગાઈડલાઈનના ઉલ્લંઘનના દોષી માનવામાં આવશે.’