‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો !
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં થયેલા ખર્ચ વિષે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રવાસન મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રીએ આપેલ જવાબ મુજબ, પ્રવાસન વિભાગે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15 કરોડ 59 લાખ 59 હજાર 788 રૂપિયા ખર્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઈતિહાસ, કલા અને સંસ્કૃતિના આદાન-પ્રદાનના હેતુસર કેન્દ્ર-ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તા. 17 થી 26 એપ્રિલ 2023 દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 17 થી 26 એપ્રિલ 2023 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રવાસન વિભાગે કુલ 15 કરોડ 59 લાખ 59 હજાર 788 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં પ્રવાસન પાછળ પાંચ કરોડ 35 લાખ 50 હજારનો ખર્ચ, ભોજન પાછળ ત્રણ લાખ 51 હજાર સો રૂપિયાનું ખર્ચ, જાહેરાત માટે બે કરોડ 81 લાખ 34, હજાર 728 રૂપિયાનો ખર્ચ, રહેવા માટે નવ લાખ 45 હજાર 360 રૂપિયાનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન માટે 96 લાખ 1 હજાર 171 રૂપિયાનો ખર્ચ, ગીર સોમનાથ કલેકટર કુરિયર માટે 8 લાખ 77 હજાર 429 રૂપિયાનો ખર્ચ તથા જાહેર ખબર, પ્રચાર પ્રદર્શન, પરિસંવાદ, મેળાઓ અને ઉત્સવોના હેડ હેઠળ ખર્ચ ઉઘરાવાયો હતો.
આ પણ વાંચો : મુફ્તી સલમાન અઝહરી મુદ્દે MLA ઈમરાન ખેડાવાલાનું મોટું નિવેદન, કહ્યું; ‘મૌલાનાના નિવેદને…’
સૌરાષ્ટ્રવાસીઓ મદુરાઇથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ આવ્યા હતા
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તામિલનાડુથી આવેલા ભાવિકોને સોમનાથ-દ્વારિકા સાથે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે પણ લઇ જવાયા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ મદુરાઇથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ આવ્યા હતા. સોમનાથમાં શોપિંગ ફેસ્ટિવલ અને પારંપારિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપાર, ઉદ્યોગ, શિક્ષણ, યુવા પ્રવૃત્તિ અને કલા સંસ્કૃતિ વિષયક સેમિનાર દ્વારા ગુજરાતની સર્વાંગી વિકાસ ગાથા પ્રસ્તુત કરવામાં આવી હતી.