સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ભાજપના નેતાને મુક્કો મારતા મોત
સુરતઃ સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયાનું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બબાલ થઈ
મળતી માહિતી પ્રમાણે, સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હીરાણીએ સલીમ બગાડિયાને મુક્કો માર્યો હતો અને તેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ભાજપના નેતાએ ASIને પોસ્ટ ડિલિટ કરવા માટે કહેવા ગયા હતા. ત્યારે સસ્પેન્ડેડ પોલીસકર્મીએ નેતાને મુક્કો માર્યો હતો.
વિવાદિત પોસ્ટને કારણે મુક્કો માર્યો
ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને કાઢી નાંખવા માટે ભાજપના નેતા સલીમ બગાડિયા કહેવા માટે ગયા હતા. ત્યારે ભાજપના નેતાની સાથે સ્ક્રેપના એક વેપારી પણ હતા. આ સમયે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપના નેતાને મુક્કો માર્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.