September 21, 2024

વહેલી સવારે સિક્કિમમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

નવી દિલ્હીઃ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સિક્કિમના સોરેંગમાં વહેલી સવારે 06:57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 27.22 ઉત્તર અક્ષાંશ અને 88.33 પૂર્વ રેખાંશ પર સિક્કિમના સોરેંગમાં 10 કિમીની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી.

બે દિવસ પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ
અગાઉ ભારતમાં 6 ઓગસ્ટે મણિપુરના કામજોંગમાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 25.00 ઉત્તર, રેખાંશ 94.57 પૂર્વમાં 85 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપની દૃષ્ટિએ સક્રિય પ્રદેશ
અહેવાલો અનુસાર, ઉત્તર પૂર્વ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય પ્રદેશોમાંથી એક છે. તે બે સક્રિય પ્લેટ સીમાઓથી ઘેરાયેલું છે, ભારતીય-યુરેશિયન પ્લેટ સીમા અને ભારતીય-બર્મીઝ પ્લેટ સીમા.